Vartman Pravah
દમણ

દમણ જિલ્લાની મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા પ્રશાસન એક્‍શન મોડમાં: રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની પ્રવૃત્તિઓનું કરાયેલું નિરીક્ષણ

રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપના વિવિધ ઉત્‍પાદનોના બ્રાન્‍ડીંગ તથા માર્કેટીંગ સ્‍ટ્રેટેજી બાબતે પણ કરવામાં આવેલો વિચાર-વિમર્શ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08
આજે સંઘપ્રદેશ પ્રશાસનના પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતના નેતૃત્‍વમાં અધિકારીઓ અને પદાધિકારીઓની ટીમે દમણમાં કાર્યરત વિવિધ સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપમાં ચાલી રહેલ રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની કામગીરીનું પરિક્ષણ કર્યુ હતું અને મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાની દિશામાં ચર્ચા-વિચારણા પણ કરી હતી.
આજે દુણેઠા ગ્રામ પંચાયત ખાતે મુલાકાત લઈ ત્‍યાં નવા સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની રચના બાબતે મનન-મંથન કરવામાં આવ્‍યું હતું. મહિલાઓ આત્‍મનિર્ભર બનવા પોતાની આજીવિકા રળી શકે એ માટે પાપડ તથા અચાર બનાવવા તથા દમણ જિલ્લાની હોટલોમાં તેના માર્કેટીંગ માટેની સ્‍ટ્રેટેજી બાબતે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઉત્‍પાદનનું બ્રાન્‍ડીગ કરવા તથા સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપનેપાપડ તથા અચાર બનાવવા અને ટેલરીંગ બાબતે યોગ્‍ય તાલીમ આપવા પણ વિચાર વિમર્શ કરવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ વિભાગના સંયુક્‍ત સચિવ શ્રી આશિષ મોહન, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દમણવાડા વિભાગના જિ.પં. સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ, બી.ડી.ઓ. શ્રી પ્રેમજીભાઈ મકવાણા, શ્રીમતી રૂકમણીબેન ભાનુશાલી તથા રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દમણના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા જિલ્લા સ્‍તરીય ક્રિકેટ પ્રીમીયર લીગનું કરાયેલું આયોજન

vartmanpravah

ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈએ દિલ્‍હી ખાતે સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને લીધેલી મુલાકાત: સાંસદશ્રીએ મંત્રીશ્રીનું ઉષ્‍માભર્યું કરેલું અભિવાદન

vartmanpravah

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારની વિવિધ સમસ્‍યાઓનો તાત્‍કાલિક નિવેડો લાવવા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે ચીફ ઓફિસરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

દાનહ કોંગ્રેસ દ્વારા સેલવાસ ખાતે નવી પંચાયત માર્કેટમાં માતાજીનું મંદિર બનાવવા કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

સાયલીમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત સાફ-સફાઈ કરાઈ

vartmanpravah

દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત બીચ સાઈડ નાઈટ મેરેથોન : સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભા અને ડાયરેક્‍ટર જતિન ગોયલે લીલી ઝંડી બતાવી કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

Leave a Comment