October 16, 2026
Vartman Pravah
દમણ

દમણ જિલ્લાની મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા પ્રશાસન એક્‍શન મોડમાં: રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની પ્રવૃત્તિઓનું કરાયેલું નિરીક્ષણ

રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપના વિવિધ ઉત્‍પાદનોના બ્રાન્‍ડીંગ તથા માર્કેટીંગ સ્‍ટ્રેટેજી બાબતે પણ કરવામાં આવેલો વિચાર-વિમર્શ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08
આજે સંઘપ્રદેશ પ્રશાસનના પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતના નેતૃત્‍વમાં અધિકારીઓ અને પદાધિકારીઓની ટીમે દમણમાં કાર્યરત વિવિધ સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપમાં ચાલી રહેલ રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની કામગીરીનું પરિક્ષણ કર્યુ હતું અને મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાની દિશામાં ચર્ચા-વિચારણા પણ કરી હતી.
આજે દુણેઠા ગ્રામ પંચાયત ખાતે મુલાકાત લઈ ત્‍યાં નવા સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની રચના બાબતે મનન-મંથન કરવામાં આવ્‍યું હતું. મહિલાઓ આત્‍મનિર્ભર બનવા પોતાની આજીવિકા રળી શકે એ માટે પાપડ તથા અચાર બનાવવા તથા દમણ જિલ્લાની હોટલોમાં તેના માર્કેટીંગ માટેની સ્‍ટ્રેટેજી બાબતે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઉત્‍પાદનનું બ્રાન્‍ડીગ કરવા તથા સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપનેપાપડ તથા અચાર બનાવવા અને ટેલરીંગ બાબતે યોગ્‍ય તાલીમ આપવા પણ વિચાર વિમર્શ કરવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ વિભાગના સંયુક્‍ત સચિવ શ્રી આશિષ મોહન, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દમણવાડા વિભાગના જિ.પં. સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ, બી.ડી.ઓ. શ્રી પ્રેમજીભાઈ મકવાણા, શ્રીમતી રૂકમણીબેન ભાનુશાલી તથા રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દમણના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ભારતીય જનતા પાર્ટી દાનહ અને દમણ-દીવ પ્રદેશની દમણ શહેરની કારોબારી બેઠક મળી

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવમાં ‘બિચ ગેમ્‍સ-2024’નો શાનદાર પ્રારંભ

vartmanpravah

તે સમયે દાનહના સત્તાધારી રાજકારણીઓએ થોડી શાણપણ વાપરી ખેડૂત માલિકોની ઉદ્યોગોમાં ભાગીદારી સુનિશ્ચિત કરી હોત તો આજે આદિવાસીઓની હાલતમાં જમીન-આસમાનનું અંતર આવ્‍યું હોત..!

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવમાં સૌપ્રથમ વખત રાષ્‍ટ્રીય સ્‍તરના બીચ રમતોત્‍સવનું આયોજન

vartmanpravah

આગામી તારીખ 01 ડીસેબર, 2024ના રોજ યોજાનાર કોમન લૉ એડમિશનટેસ્‍ટ(CLAT) માટે 22મી ઓક્‍ટોબર સુધી નોંધણી કરી શકાશે

vartmanpravah

સેલવાસમાં દમણગંગા નદીમાં ન્‍હાવા ગયેલા બે યુવાનોમાંથી એક યુવાન તણાયો

vartmanpravah

Leave a Comment