Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓની ખોખો ટીમ યુનિ. ઈન્‍ટર ઝોનલમાં પસંદગી થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારાઈન્‍ટર ઝોનલ બેહનોની ખો-ખો સ્‍પર્ધાનું આયોજન સિગ્‍મા ઈન્‍સ્‍ટીટયુટ એન્‍ડ ઈન્‍જિનીયરીંગ, વડોદરા ખાતે તારીખ 19/09/2024 ગુરુવારના રોજે આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થી બહેનોએ ભાગ લીધો હતો.
આ સ્‍પર્ધાનું સમગ્ર માર્ગદર્શન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સ્‍પોર્ટ્‍સ ડાયરેક્‍ટર ડૉ.આકાશ ગોહિલ દ્વારા આપવામાં આવ્‍યું હતું. જેને ધ્‍યાનમાં રાખીને શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના ફીઝીકલ ઈન્‍સ્‍ટ્રકટર શ્રી પ્રિયંક પટેલ અને વિરાજ નિકમ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. બહેનોની ખો-ખો સ્‍પર્ધામાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ-વાપીની બહેનોની ખો-ખો સ્‍પર્ધામાં સેમીફાઈનલમાં સ્‍થાન પ્રાપ્ત કર્યો હતો. જેમાં બહેનોમાંથી બેસ્‍ટ ખીલાડીમાં ત્‍વિષા બહાલીવાલા, પ્રિયાંશી પટેલ, રોશની પટેલ, ક્રીતીકા હળપતિ અને દિયા પટેલની પસંદગી થઈ છે, અને આ સીલેકશન થયેલા ખીલાડીઓ ઓલ ઇન્‍ડિયા યુનિવર્સિટી લેવલે રાજસ્‍થાનમાં ખો-ખોની સ્‍પર્ધા રમવા જશે. જે કોલેજ માટે ખુબજ ગૌરવવંતી બાબત છે.
આ બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામીકેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, પૂજ્‍ય હરિ સ્‍વામીજી સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દીવ કોલેજના સિધ્‍ધિ બારીયાએ દિલ્‍હી ખાતે ગણતંત્ર દિવસ પર એન.એસ.એસ પાર્ટુન કમાન્‍ડીગ રાષ્‍ટ્રીય સ્‍તરે કરતા દીવના વિવિધ સ્‍થળોએ સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

કપરાડા આસલોણામાં લગ્ન વિચ્‍છેદનો ન્‍યાય કરવા બેઠેલ પંચની સામે જ ઢોર માર મારતા યુવાનનું મોત

vartmanpravah

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરે 14મી માર્ચથી શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવનો થનારો આરંભ

vartmanpravah

દાનહમાં ભાજપ સંગઠનના ફાટેલા આભને પ્રદેશ પ્રભારીએ થિંગડા મારવા શરૂ કરી કોશિષ

vartmanpravah

ધરમપુર ખાડા ગામે ખેતરમાંથી પાણીનું એન્‍જિન ચોરી જનાર ત્રણ ઝડપાયા

vartmanpravah

વાપી હાઈવે પર રૂ. ૭.૫ કરોડના ખર્ચે તૈયાર છરવાડા અંડરપાસનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

vartmanpravah

Leave a Comment