January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સાદકપોરમાં દીપડાએ બકરાનો શિકાર કરતા લોકોમાં દિવસને દિવસે ફેલાતો જતો ભયનો માહોલ

ચીખલીતાલુકામાં પાંજરાની અછત સર્જાતા વનવવિભાગ દ્વારા
વાંસદા તાલુકામાંથી પાંજરા મંગાવા પડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ચીખલી તાલુકાના ગામોમાં દિવસેને દિવસે દીપડાના ભયનો માહોલ વધતો જોવા મળી રહ્યો છે. ગતરોજ ફડવેલમાં પણ બચ્‍ચા સાથે દીપડી નજરે પડી હતી. ચીખલી તાલુકામાં પાંજરાની અછત સર્જાતા વન વિભાગ દ્વારા બે જેટલા પાંજરા વાંસદાથી મંગાવાયા હતા. જોકે એક પણ પાંજરામાં કયાંય દીપડો ન પૂરાતા ગામેગામ ફરતા દીપડાઓ તાલુકાને વહેલો છોડે તેમ લાગતું નથી.
સાદકપોરમાં એક જ રાતમાં માનવી અને પશુ પર દીપડાના હુમલા બાદ ફડવેલના નવા ફળિયામાં પણ ઘરે જઈ રહેલ વીજ કંપનીના કર્મચારીની મોટરસાયકલ સામે પણ દીપડો ધસી આવ્‍યો હતો. આ ઉપરાંત પીપલગભણ, ખુડવેલ, દેગામ, સાદડવેલ, તલાવચોરા સહિતના ગામોમાં પણ દીપડાઓ જાહેરમાં આટાફેરા કરતા વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી તેમાં મારણ પણ મૂકવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્‍યાએ તો કેમેરા પણ ગોઠવાયા છે. પરંતુ એક પણ દીપડો પાંજરે પુરાયો નથી.
આ દરમ્‍યાન ગતરાત્રે સાદકપોરના ચાડીયા ફળીયામાં દિલીપ શંકરભાઈના ઘરેથી દીપડો બકરું ઉઠાવી ગયો હતો. અને આ વિસ્‍તારમાં જ દીપડો જોવા પણ મળતા ગામના સરપંચ સંજયભાઈપટેલે વન વિભાગને જાણ કરી હતી અને સાદકપોરના ધડુલી ફળીયા વિસ્‍તારમાં વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવવાની કવાયત હાથ ધરાઈ હતી. આ ઉપરાંત ફડવેલના નવા ફળીયામાં પણ રાત્રે ત્રણેક બચ્‍ચા સાથે દીપડો નજરે પડતા તાલુકા સભ્‍ય મહેશભાઈ, પૂર્વ સરપંચ હરીશભાઈ સહિતનાઓએ વનવિભાગને અવગત કર્યું હતું. તાલુકાના અનેક ગામોને દીપડાઓએ રીતસરના બાનમાં લીધા હોય તેવો ઘાટ સર્જાયો છે.

Related posts

વલસાડના યુવાનોની પ્રેરક કામગીરી : ઔરંગા નદીમાં વિસર્જીત થયેલ તમામ મૂર્તિઓનું વિસર્જન કરી કિનારો સ્‍વચ્‍છ કર્યો

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશન પરથી મળી આવેલ સગીરાનો જી.આર.પી.એ પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

વાપીમાં સ્‍કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્‍ટાર્ટઅપ સ્‍ટાર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપીની મુસ્‍કાન એનજીઓ દ્વારા કપરાડાના સુથારપાડામાં નિઃશુલ્‍ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડ સ્‍ટેશને તેજસ એક્ષપ્રેસ ટ્રેનમાં દારૂ પીને છાકટા બનેલ ત્રણને જેલ ભેગા કરાયા

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને લોકસભાની કળષિ, પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ સમિતિના સભ્‍ય બનાવાયા

vartmanpravah

Leave a Comment