October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલના બાળકોએ વોલ પેઇન્‍ટિંગ વડે જાગૃતિ સંદેશ પહોંચાડ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વાપી ખાતે આવેલ સમર્પણ જ્ઞાન સ્‍કૂલના બાળકોએ તારીખ 23 સપ્‍ટેમ્‍બરને સોમવારના રોજ વોલ પેઇન્‍ટિંગ કોમ્‍પિટિશનમાં ભાગ લઈ ભાવી પેઢીને તણાવ મુક્‍ત વાતાવરણમાં રાખવાના સંદેશ પ્રદર્શિત કર્યા હતા. આ સ્‍પર્ધા વાપી નગરપાલિકા અને આઈ ડ્રિમ અબાઉટ ફાઉન્‍ડેશન દ્વારા રાખવામાં આવી હતી. સમર્પણ જ્ઞાન સ્‍કૂલના કલા શિક્ષક લાયન ચૈતાલી પાટીલે શાળાના બાળકો સાથે તણાવ મુક્‍ત ભાવિ પેઢીવિચારને ધ્‍યાનમાં લઈ સુંદર ચિત્રકારી કરી હતી. આ સ્‍પર્ધામાં ભાગ લેવા માટે સ્‍કૂલ ફાઉન્‍ડર ટ્રસ્‍ટી લાયન મૂકેશ પટેલ અને શાળાના આચાર્યાએ પૂરતો સહકાર આપી બાળકો તેમજ કાળા શિક્ષકને પ્રોત્‍સાહિત કર્યા હતા. ચિત્ર દ્વારા બાળકોએ આવનારી પેઢીની મનઃસ્‍થિતિ સમજી કામ લેવું તેમજ તણાવભર્યા વાતાવરણમાં બાળકોની સ્‍થિતિ કેવી બની શકે તે દર્શાવ્‍યું હતું.

Related posts

દાનહ ખાતે સ્‍વામિત્‍વ યોજનાના અમલનો પ્રારંભ : આજથી રાંધા પટેલાદમાં ચૂના માર્કિંગનો પ્રારંભ

vartmanpravah

સેલવાસના પ્રમુખગાર્ડન સોસાયટી ખાતે નવરાત્રી પર્વ નિમિતે ઘટ સ્‍થાપન કરાયું

vartmanpravah

સુરત જિલ્લાના કર્મવીર કેપ્‍ટન (ડૉ.) એ.ડી.માણેકે સર્જ્‍યો વિશ્વ વિક્રમ ‘‘વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડ્‍સ” લંડન-યુ.કે.માં કેપ્‍ટન ડૉ. એ.ડી.માણેક દ્વારા સ્‍થપાયેલ ધ સ્‍કાયલાઈન એવીએશન ક્‍લબને મળેલું સ્‍થાન

vartmanpravah

ધરમપુરમાં ‘વિશ્વ બાલિકા દિવસ’ની ઉજવણી, કિશોરી મેળામાં સરકારની યોજનાઓની અપાયેલી માહિતી

vartmanpravah

વાપીમાં દાનહની કવિયત્રી ડૉ.શાલીની શર્માનો સમ્‍માન સમારોહ અને કવિ સંધ્‍યા યોજાઈ

vartmanpravah

વડોદરા ખાતે સંકલ્પ સોશિયલ વર્ક ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (સ્વારી) દ્વારા ઍક દિવસીય પરિસંવાદ યોજાયોઃ ભવિષ્યના વ્યવસાય અને તકો તથા વંચિતતા અને વિકાસ જેવા વિષય પર થયેલી વિશદ્ ચર્ચા

vartmanpravah

Leave a Comment