June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના ૯ યુવાનો નેપાળમાં કુદરતી આફતમાં ફસાતા ગૃહ વિભાગ દ્વારા બચાવાયાઃ ઈન્ડિયન ઍમ્બેસી લવાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: નેપાલ ભગવાન શ્રી પશુપતિનાથજીના દર્શનાર્થે વલસાડ જિલ્લાના પારડીના ફસાયેલા 9 યુવાનોને હેમખેમ રેસ્‍કયુ કરાવતા દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, તમામ 9 યુવાનોને હેમખેમ નેપાલ સ્‍થિત ઇન્‍ડિયન એમ્‍બેસી ખાતે લવાયા હતા.
વલસાડ જિલ્લાના પારડી વિસ્‍તારના 9 યુવાનો નેપાલ ખાતે ભગવાન શ્રી પશુપતિનાથજીના દર્શનાર્થે પોતાની માલિકીના વાહનોમાં ગયા હતા. જ્‍યાં તેઓ ફસાઈ જતા આ અંગેની જાણ તેમના દ્વારા અને તેમના પરિજનો દ્વારા લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલને કરતા તેમણે ત્‍વરિત આ અંગે દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહજીને સંપર્ક કરી સમગ્ર ઘટના અંગેની જાણ કરી હતી, જે બાદ દેશના ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ નેપાલ ખાતે ફસાયેલ તમામ 9 યુવાનોને ભારત સરકારની ઇન્‍ડિયન એમ્‍બેસી દ્વારા નેપાલ સરકાર સાથે સંપર્ક કરી તમામને રેસ્‍કયુ કરી તેમને નેપાલ સ્‍થિત ઈન્‍ડિયન એમ્‍બેસી ખાતે સુરક્ષિત લઈ જવામાં આવ્‍યા હતા.
વલસાડ જિલ્લાના પારડી ખાતે રહેતા 9 યુવાનો (1)મિતેશ મોહનભાઈ ભંડારી,(2)મિતેશ સુરેશભાઈ પટેલ, (3)નિલેશ ઈશ્વરભાઈ પટેલ, (4) જીગરકુમાર ભરતભાઈ પટેલ, (5)જયનેશ હિરુભાઈ ભંડારી, (6)જયેશ ઠાકોરભાઈ પટેલ, (7)જિનલ શશીકાંતભાઈ રાઉત, (8)તુષાર કાંતિભાઈ પટેલ, (9)વિમલ અનિલભાઈ ભંડારી તેમની માલિકીની કારમાં યુવાનો ભગવાન શ્રી પશુપતિનાથજીના દર્શન કરવા માટે નેપાલ ખાતે ગયા હતા જ્‍યાં તેઓ સંજોગોવશ ફસાઈ જતા આ અંગે તેમણે અને તેમના પરિજનો દ્વારા લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલને કરતા તેમણે સમગ્ર ઘટના અંગેની જાણ દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહીજીને કરતા તેમણે નેપાલ સરકાર સાથે સીધો સંપર્ક કરી પારડીના તમામ 9 યુવાનોને રેસ્‍કયુ કરી હેમખેમ પરત નેપાલ સ્‍થિત ઈન્‍ડિયન એમ્‍બેસી ખાતે તમામ યુવાનોને લઈ જવામાં આવ્‍યા હતા. રેસ્‍કયુ કરાયેલા તમામ યુવાનોએ દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલનો આભાર વ્‍યક્‍ત કરી સાંસદશ્રી જોડે વીડિયો કોલ કરી તેમની લાગણીઓ વ્‍યક્‍ત કરી હતી.

Related posts

ચીખલીના કુકેરી વાત્સલ્યધામ નજીક ખેતરમાં દીપડો લટાર મારતો જાવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્‍ટ વલસાડ દ્વારા નવા વર્ષની ઉજવણી અને રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરાયું

vartmanpravah

દાનહના કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના હસ્‍તે માતૃછાયા શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

દાનહકલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શન મુજબ સામરવરણી અને મસાટ પટેલાદના ઔદ્યોગિક વસાહત ઉપર ગેરકાયદે તાણી બાંધેલ દુકાન અને ઢાબા હટાવાયા

vartmanpravah

દીવમાં ભાજપની ‘જન સંપર્ક યાત્રા’ સંપન્ન

vartmanpravah

20મી નવેમ્‍બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે દાનહ-દમણ-દીવમાં સરકારી/ગેર સરકારી, ખાનગી કંપની, સંસ્‍થા, વિવિધ એકમો/પ્રતિષ્ઠાનોમાં કાર્યરત મહારાષ્ટ્રના મતદારોને રજા આપવા સંઘપ્રદેશ ચૂંટણી વિભાગનો આદેશ

vartmanpravah

Leave a Comment