(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: આર.કે દેસાઈ. કોલેજ ઓફ એજ્યુકેશન વાપીમાં “Competitive Exam” વિષય ઉપર પ્રા.ખુશ્બૂ પરમાર(ભૂતપૂર્વ તાલીમાર્થી)નું વ્યાખ્યાન યોજાયું. ડો. પ્રીતિ ચૌહાણ દ્વારા પુષ્પગુચ્છ અને સર્ટિફિકેટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં તેમને ‘કોમ્પિટિટિવ એક્ઝામ’ વિષય સંદર્ભે વ્યાખ્યાન રજૂ કર્યું હતું.જેમાં વિવિઘ કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવી તૈયારી કરવી, વિષયવસ્તુના વિવિઘ મુદ્દાઓની રજુઆત ,સરળતાથી કેવી રીતે તૈયારી કરી શકાય તેમજ પરીક્ષામાં સફળ થવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ગુંજન વશી દ્વારા કરવામાં આવ્યું હતું. અને અંતે ભારતીય પરંપરા અનુસાર આભારવિધિ ડો.ગુંજન વશી દ્વારા કરવામાં આવી હતી. આ સુંદર વ્યાખ્યાન યોજના બદલ ચેરમેનશ્રી મિલન દેસાઈ , ઇન્ચાર્જ કેમ્પસ ડાયરેક્ટર ડો.મિત્તલ શાહ અને આચાર્ય ડો.પ્રીતિ ચૌહાણ એ શુભેચ્છા પાઠવી હતી.

