Vartman Pravah
ગુજરાતનવસારી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) દ્વારા ફણસી અને કારેલાંની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૧૦
વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રકૃતિથી સમૃધ્ધ ડાંગ જિલ્લામાં મુખ્યત્વે ડાંગર, નાગલી, વરી, તુવેર જેવા પાકોની ખેતી ખેડૂતો દ્વારા કરવામાં આવે છે.
છેલ્લા થોડા વર્ષોથી ડાંગ જીલ્લામાં શાકભાજી પાકોનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. શાકભાજી પાકોમાં ફણસીની ખેતી ખાસ કરીને ગુંદીયા, મુરંબી, સોનુનીયા જેવા સાપુતારાની તળેટી પ્રદેશોમાં તથા કારેલાની ખેતીનો વ્યાપ લગભગ આખા ડાંગ જીલ્લામાં પ્રસર્યો છે. આ બાબતોને અનુલક્ષીને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ (ડાંગ) ખાતે ખેડૂતો ફણસી અને કારેલાની ખેતી પધ્ધતિ વેજ્ઞાનિક ઢબે કરતાં થાય તેના માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.૦૮/૦૯/૨૦૨૧ ના રોજ આયોજિત આ તાલીમ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જી.જી. ચૌહાણે જણાવ્યું હતું કે કારેલા અને ફણસીની પધ્ધતીસરની ખેતી કરીને આપણાં ખેડૂતો ઘણા આગળ આવી શકે છે.
કેન્દ્રના બાગાયત વિષયના વૈજ્ઞાનિક શ્રી હર્ષદ પ્રજાપતિઍ તાંત્રીક માહિતી આપતા જણાવ્યું હતું કે કારેલાંની ખેતીમાં ખેડૂતો વૈજ્ઞાનિક અભિગમની સાથે સાથે ઓછી ખર્ચાળ અને અસરકારક વૈજ્ઞાનિક પધ્ધતિઓનો ઉપયોગ કરીને ખેતી ખર્ચ બચાવી શકે છે.
ફણસીની ખેતી પર ભાર મૂકીને શ્રી પ્રજાપતિઍ જણાવ્યું હતું કે, ફણસી પાકમાં દર વર્ષે ખેડૂતો સરકારી સંસ્થા દ્વારા ભલામણ તથા ઉત્પાદિત કરાયેલ બિયારણ વાપરે તો ખેતી ખર્ચમાં સારી ઍવી બચત કરી શકાય છે. તાલીમમાં ડાંગના ખેડૂતો ફણસીનો પાક માત્રને માત્ર લીલી શીંગો માટેના કરતાં દાણા (રાજમા) માટે કરી શકે ઍ વિષય પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ દ્વારા તાલીમની સાથે સાથે ફણસી પાકમાં ખેડૂતોને અર્ક સુવિધા અને અર્કા કોમલ જાત નિદર્શન પેટે આપવામાં આવેલ હતી. આ તાલીમ કાર્યક્રમમાં ગુંદીયા ગામના ૨૦ થી વધારે ખેડૂતોઍ ભાગ લીધો હતો.

Related posts

વાપી હાઈવે સર્વિસ રોડ વધુ ગંભીર અકસ્‍માત ઝોન બનવા તરફી : નવા ડેપોને લઈ દુર્ઘટનાઓની વધેલી ભીતિ

vartmanpravah

દમણમાં યોજાનારી પંચાયતીરાજ પરિષદને યાદગાર બનાવવા માટે પ્રદેશ ભાજપનું મનોમંથન

vartmanpravah

કપરાડામાં જીત કુને-ડો એસોસિએશન કરજુ ગ્રુપ દ્વારા લેવાઈ માર્શલ આર્ટ્‍સ વિશેની પરીક્ષા

vartmanpravah

દાનહ પોલીસે 1.6 કિલો ગાંજા સાથે બે આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

ગુજરાતમાંથી આશરે 7પ હજાર ભાઈ-બહેનો 6 દિવસ તીર્થયાત્રા કરી દરેક જિલ્લાના પવિત્ર ધાર્મિક સ્‍થળે ‘‘મનુષ્‍ય ગૌરવ દિન” ની ઉજવણી કરશે

vartmanpravah

વાપી ગોદાલનગર ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં બબાલ ઉભી થઈ : સેવા નિવૃત્ત નાગરિકની ફરિયાદ બાદ પોલીસે ક્રિકેટ બંધ કરાવી

vartmanpravah

Leave a Comment