October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પટેલ સમાજ દ્વારા તિથલમાં સર્વ પ્રથમ વાર મેરેથોન દોડ યોજાઈ

કલેક્‍ટર આયુષ ઓક અને એસ.પી. ડો.કરણસિંહ વાઘેલાએ લીલી ઝંડી આપી દોડનું પ્રસ્‍થાન કરાવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડમાં આજે રવિવારે વહેલી સવારે વલસાડ કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા સર્વ પ્રથમવાર મેરેથોન દોડ યોજાઈ હતી.તિથલ સ્‍વામિ નારાયણ મંદિરે યોજાયેલ મેરેથોન દોડનું પ્રસ્‍થાન જિલ્લા કલેક્‍ટર અને એસ.પી. વલસાડએ લીલીઝંડી આપી કરાવ્‍યું હતું.
વલસાડ પટેલ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ અને ધારાસભ્‍ય ભરતભાઈ પટેલની આગેવાનીમાં સર્વ પ્રથમવાર મેરેથોન દોડ યોજાઈ હતી. આ મેરેથોન દોડ 3, 5 અને 10 કિલોમીટરની હતી. જેનું પ્રસ્‍થાન સવારે 5:30 કલાકે જિલ્લા કલેક્‍ટર આયુષ ઓક અને એસ.પી. ડો.કરણસિંહ વાઘેલાએ કરાવ્‍યું હતું. સ્‍વાસ્‍થ્‍ય અને પર્યાવરણ જાળવણી માટે યોજાયેલી આ મેરેથોન દોડમાં 800 ઉપરાંત દોડવિરોએ ભાગ લઈને મેરેથોનને સફળ બનાવી હતી. મેરેથોન દોડમાં ડુંગરીના જાણીતા બિલ્‍ડર બીપીનભાઈ પટેલ, ડો.કલ્‍પેશ જોષી, સમાજ પ્રમુખ ભરતભાઈ પટેલ, તિથલ પંચાયતના સરપંચ રાકેશભાઈ પટેલ, સમાજ ઉપ પ્રમુખ શશીભાઈ પટેલ, રેસ ડાયરેક્‍ટર નિતેશભાઈ પટેલ સહિત સમાજના અગ્રણીઓ વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. સમાજ દ્વારા પ્રથમવાર જ મેરેથોન દોડનું આયોજન કરાયું હોવાથી સમગ્ર પટેલ સમાજમાં ઉત્‍સાહનું વાતાવરણ જોવા મળ્‍યું હતું.

Related posts

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

vartmanpravah

G20 ની 12 ઈવેન્‍ટ ગુજરાતમાં થશે : નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

વાપીની દેગામ મુખ્‍ય પ્રાથમિક શાળામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડમાં યોજાયેલ મેરેથોનમાં અતુલ કંપનીનાં કર્મચારીઓએ ભાગ લીધો

vartmanpravah

નર્મદાના સાહિત્‍યકાર દીપક જગતાપને ‘નર્મદારત્‍ન એવોર્ડ-2024′ એનાયત

vartmanpravah

વાપી ચાર રસ્‍તા કચ્‍છી માર્કેટમાં સિગારેટ ડીસ્‍ટ્રીબ્‍યુટર્સના ગોડાઉનમાં હજારોની સિગારેટની ચોરી

vartmanpravah

Leave a Comment