ગુજરાત સરકારના બબ્બે કેબિનેટ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.14: તારીખ 14 મી એપ્રિલ એટલે ભારતના બંધારણના ઘડવૈયા અને દલિતોના મસીહા ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ. સમગ્ર ભારતમાં ખુબજ ધામધૂમથી બાબા સાહેબની જન્મજયંતિને સરકારી કાર્યક્રમ તરીકે ઉજવણી કરી બાબા સાહેબને સનમાનીત કરવામાં આવે છે.
પારડી ખાતે પણ પારડી પોલીસ સ્ટેશન નજીક આવેલ ગાર્ડનમાં બાબા સાહેબની પ્રતિમા આગળ પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલની રાહબરી હેથળ શહેર તથા તાલુકાના કાર્યકર્તાઓ અસહ્ય ગરમી હોવા છતાં મોટી સંખ્યામાં ભેગા થઈ બાબા સાહેબની પ્રતિમાને હારતોરા પહેરાવી તેમનું પૂજન કરી જન્મજયંતિની ઉજવણી કરી હતી.
બાબા સાહેબની આજની 132મી જન્મજયંતિ નિમિતે ગુજરાત સરકારના બબ્બે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી તથા રાઘવજીભાઈ પટેલ કળષિ ગ્રામ્ય મત્સ્ય ઉદ્યોગમંત્રી પારડી ખાતે પધારી બાબાજીના સસ્મરણો પધારેલ કાર્યકર્તાઓ સમક્ષ રજૂકરી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી.
આજના આ પ્રસંગે ગુજરાત કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અને રઘવજીભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલ, વલસાડ જિલ્લા પ્રમુખ અલ્કાબેન શાહ, પારડી શહેર પ્રમુખ રાજેશ પટેલ, માજી ન.પા. પ્રમુખ હશુભાઈ રાઠોડ, પા.તા. પ્રમુખ મિતલ પટેલ, પારડી શહેર યુવા પ્રમુખ જેશીગ ભરવાડ, મહા મંત્રી પ્રણવ દેસાઈ, કેતન પ્રજાપતિ, દેવેન શાહ, રાજન ભટ્ટ, ફાલ્ગુની ભટ્ટ, વનીતાબેન કથારિયા, કિરણ પટેલ, તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પધારી બાબાજીને પુષ્પાંજલી અર્પણ કરી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.