Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

દેશના પ્રથમ આદિવાસી મહિલા દ્રૌપદીમુર્મુ રાષ્‍ટ્રપતિ પદે વિજયી થતાં પારડી-ધરમપુરમાં વિજ્‍યોત્‍સવની ઉજવણી

પારડીમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં હોદ્દેદારો અને કાર્યકરોએ તારપા નૃત્‍ય સાથે રેલી યોજી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: ભારતના 15મા રાષ્‍ટ્રપતિ તરીકે પ્રથમ આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મૂ તા.21 ગુરૂવારના રોજ પ્રચંડ બહુમતિ તરીકે વિજેતા બન્‍યા હતા. વલસાડ જિલ્લામાં ભાજપ કાર્યકરોએ પારડી-ધરમપુરમાં વિજયોત્‍સવ ઉજવી શાનદાર રેલી કાઢી હતી.
રાષ્‍ટ્રપતિ તરીકે પ્રથમ આદિવાસી મહિલા દ્રૌપદિ મુર્મૂ વિજેતા થતાંની સાથે જ તા.21 જુલાઈનો દિવસ ઐતિહાસિક બની ગયો હતો. મહિલા આદિવાસી તેમજ સ્‍વતંત્ર ભારતમાં જન્‍મેલા સૌથી યુવા રાષ્‍ટ્રપતિ તેઓ બન્‍યા છે ત્‍યારે વલસાડ જિલ્લા કાર્યકરોમાં ઉત્‍સાહ બેવડાઈ ગયો હતો. આજે ગુરૂવારે પારડીમાં ભવ્‍ય વિજયોત્‍સવ મનાવાયો હતો. ધરમપુરમાં પણ કાર્યકરોએ વિજયને વધાવ્‍યો હતો. કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની આગેવાની હેઠળ ભવ્‍ય રેલી યોજાઈ હતી. કાર્યકરો તારપા વાદ્ય સાથે નૃત્‍ય કરી કાર્યકરોએ ઐતિહાસિક વિજય મનાવ્‍યો હતો. રેલી બજાર થઈ મોરારજી દેસાઈ ઓડિટોરિયમ પહોંચી હતી. જ્‍યાં સભામાં ફેરવાઈ હતી. આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ દ્રૌપદી મુર્મૂના સાદગી સફર જીવન અને રાજકીય ઈતિહાસની ઝલક રજૂ કરીહતી. પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ઉષાબેન પટેલ, ભાજપ જિલ્લા મહામંત્રી કમલેશ પટેલ, શિલ્‍પેશ દેસાઈ, શહેર પ્રમુખ રાજેશભાઈ, વાપી ન.પા. પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, શહેર મંત્રી સતિષભાઈ પટેલ સહિત મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. એ.પી.એમ.સી.થી નિકળેલી વિજય રેલી મોરારજી દેસાઈ મેમોરીયલમાં સમાપ્ત થઈ હતી.

Related posts

સેલવાસમાં પાંચ ઇંચ અને ખાનવેલમાં દસ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah

ઉમરગામ મામલતદાર તરીકે કુ. જે.વી. પાંડવ અને ઉમરગામ પાલિકાના ઓફિસર તરીકે અતુલ ચંદ્ર સિંહાની નિમણૂક

vartmanpravah

વિજલપોર ખાતે યોજાયેલ પ્રાચીન ગરબા સ્‍પર્ધામાં નવસારીની કચ્‍છ કડવા પાટીદાર સનાતન મહિલા મંડળે લીધેલો ભાગ

vartmanpravah

કુકેરી ગામે રાત્રી દરમ્‍યાન લટાર મારતા બે દીપડાનો વીડિયો વાઈરલ થતાં સ્‍થાનિકોમાં ગભરાટ

vartmanpravah

ઉચ્‍ચત્તર માધ્‍યમિક ગુજરાત બોર્ડનું દાદરા નગર હવેલીનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 57.14 ટકા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સવારથી સાંજ સુધી બે ઇંચ વરસેલો વરસાદ

vartmanpravah

Leave a Comment