Vartman Pravah
સેલવાસ

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા ઈન્‍ટરનેશનલ ડે ઓફ ક્‍લીન એયર ફોર બ્‍લુ સ્‍કાઈ ઉજવાયો

વાયુ પ્રદુષણને રોકવા માટે જનભાગીદારી જરૂરી છે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12
સંયુક્‍ત રાષ્‍ટ્ર મહાસભાએ પોતાના 74માં સત્ર દરમ્‍યાન 19 ડિસેમ્‍બર, 2019 ઈન્‍ટરનેશનલ ડે ઓફ ક્‍લીન એયર ફોર બ્‍લુ સ્‍કાઈ આયોજીત કરવાનો સંકલ્‍પ અપનાવ્‍યો હતો. જે અંતર્ગત સંપૂર્ણ વિશ્વ આ દિવસ મનાવે છે જેનો મુખ્‍ય ઉદેશ્‍ય દરેક સ્‍તરના વ્‍યક્‍તિ, સમુદાય, નિગમ અને સરકાર વગેરેમાં જાગરૂકતા વધારવાનો છે.
સ્‍વચ્‍છ હવા, આરોગ્‍ય , ઉત્‍પાદકતા અર્થવ્‍યવસ્‍થા અને પર્યાવરણની દૃષ્ટિએ ઘણું મહત્‍વપૂર્ણ છે. સાથે આ દિવસનો ઉદેશ્‍ય વાયુ ગુણવતા જેવા મહત્‍વપૂર્ણ વિષય પર કાર્ય કરનાર વિવિધ આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થાઓને એક સાથે લાવવા માટે રણનીતિક ગઠબંધન તૈયાર કરવાનો પણ છે, જેનાથી પ્રભાવી વાયુ ગુણવતા પ્રબંધન માટે રાષ્‍ટ્રીય, ક્ષેત્રીય અને આંતરરાષ્‍ટ્રીય દૃષ્ટિકોણને ગતિ મળી શકે.
આરોગ્‍ય વિભાગ દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ ઇન્‍ટરનેશનલ ડે ઓફ ક્‍લીન એયર ફોર બ્‍લુ સ્‍કાઈ ઉજવવામાં આવ્‍યો હતો. આ વર્ષે આ દિવસનો થીમ સ્‍વસ્‍થ હવા સ્‍વસ્‍થ ગ્રહ હતો. પ્રદેશના લોકોમા વાયુ પ્રદુષણ પ્રત્‍યે જાગળત કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજનકરવામા આવ્‍યું હતું.
આ સંદર્ભે આરોગ્‍ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે, વાયુ પ્રદુષણ વિવિધ પ્રકારની માનવીય ગતિવિધિઓ જેવા કે ઈંધણ, ઔદ્યોગિક એકમમાંથી નીકળતો ધુમાડો, કળષિ અને ખેતરમાં પડેલ કચરાને સળગાવાથી વાતાવરણમા ઉત્‍સર્જિત ગેસો અને કણો બને છે. આ દિવસ મનાવવાનો ઉદેશ્‍ય લોકોમા વાયુ પ્રદુષણ પ્રત્‍યે જાગળત કરવાનો છે.
વાયું પ્રદૂષણના કારણે ગંભીર સમસ્‍યાનો સામનો કરવો પડે છે જેનાથી અસ્‍થમા, શરદી, આંખોમા જલન, શ્રવણ શક્‍તિ કમજોર થવી, ચામડીના રોગો વગેરે બીમારી પેદા થાય છે, હવાને સ્‍વચ્‍છ કરવા માટે લોકોની ભાગીદારી આવશ્‍યક છે. કાર-પુલિગ અને સાર્વજનિક પરિવહનનો ઉપયોગને પ્રોત્‍સાહિત કરવું જોઈએ.
વાયુ પ્રદુષણને રોક્‍વુ સંભવ છે પરંતુ એના માટે દરેકે જેમાં સામાન્‍ય નાગરિકોથી લઈ ખાનગી કંપનીઓએ એક સાથે એક મંચ પર આવી કામ કરવું પડશે.

Related posts

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

પ્રદેશના ગુમનામ રતનને ફરી પ્રકાશિત કરતું દાનહ પ્રશાસન દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાના નેતૃત્‍વમાં જિલ્લા પ્રશાસને વયોવૃદ્ધ જમુનીબેન વરઠાના ઘરે જઈ કરેલું અભિવાદન

vartmanpravah

દાનહના ગલોન્‍ડાઅને કૌંચા ગ્રા.પં.ના સભ્‍યની પેટા ચૂંટણીમાં શિવસેના સમર્થિત ઉમેદવારોનો ભવ્‍ય વિજય

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ઊંડાણના જંગલ વિસ્‍તારના ચેકડેમોમાં પાણીના સંગ્રહ હેતુ હાથ ધરાયેલી ડિસીલ્‍ટીંગ કામગીરી

vartmanpravah

દાનહના રખોલી ખાતે આવેલ હોટલ મધુબનમાં સેંકડો યુવાનો સાથે ભાજપની બેઠક: પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની 25મી એપ્રિલની દાનહ મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા પ્રદેશના ગતિશીલ યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે કરેલી અપીલ

vartmanpravah

દાનહ લોકસભાની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અજીત માહલાએ પ્રચંડ રેલી યોજી ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

Leave a Comment