Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવસેલવાસ

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સપનાનું પ્રતિબિંબઃ સનિ ભીમરા

740 એકલવ્‍ય મોડેલ સ્‍કૂલ શરૂ કરવાની જાહેરાતથી દેશના આદિવાસી સમુદાયમાં શિક્ષણની ઉઘડનારી ભૂખ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : દાદરા નગર હવેલીના યુવા નેતા અને આગેવાન ધારાશાષાી સનિ ભીમરાએ નાણાંમંત્રી શ્રીમતી નિર્મલાસીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સપનાનું પ્રતિબિંબ હોવાનું જણાવ્‍યું હતું. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખર્ચમાં 66 ટકા વધારી રૂા.79 હજાર કરોડથી વધુની કરેલી ફાળવણીથી દેશના આદિવાસી, દલિત, પીડિત સહિત ઘરવિહોણાં તમામનું પોતાના ઘરનું સ્‍વપ્‍ન પૂર્ણ થશે એવી લાગણી દર્શાવી હતી. તેમણે અગામી 3 વર્ષમાં આદિવાસી વિદ્યાર્થીઓને સમર્થન આપતા 740 એકલવ્‍ય મોડેલ સ્‍કૂલ શરૂ કરવાની કરેલી જાહેરાતથી દેશના આદિવાસી સમુદાયમાં શિક્ષણની ભૂખ ઉઘડશે. જેના કારણે 2047 સુધી ભારતને વિશ્વની મહાસત્તા બનતા કોઈ રોકી નહીં શકશે એવો વિશ્વાસ પણ વ્‍યક્‍ત કર્યો હતો.
શ્રી સનિ ભીમરાએ મહિલાઓ, યુવાનો તથા આદિવાસી શોષિત, દલિત, પીડિત, તમામ વર્ગો માટે નવી દિશા આપનારૂં બજેટ ગણાવ્‍યું છે.

Related posts

‘વિશ્વ આદિવાસી અધિકાર દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા આદિવાસી સમાજે પદયાત્રા કાઢી પોતાના અધિકાર માટે બતાવેલી જાગૃતિ

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેકટી ગામના વોર્ડ સભ્‍યો દ્વારા ગામમાં બનેલા ડામર અને આરસીસીના રોડના કામમાં ભ્રષ્ટાચાર બાબતે ટીડીઓ, ડીડીઓને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

ભામટી અને દમણવાડા શાળામાં સંયુક્‍ત રીતે ઉજવાયો પ્રવેશોત્‍સવઃ પ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના સંયુક્‍ત સચિવ સુરેશ ચંદ્ર મીણાની રહેલી ઉપસ્‍થિતિ

vartmanpravah

વલસાડ જિલ્લામાં રવિવારે યોજાશે વન રક્ષક સંવર્ગ-૩ની ની પરીક્ષા

vartmanpravah

ફોરવ્‍હીલર વાહનોની GJ-15-CM સીરીઝમાં પસંદગીનો નંબર મેળવો

vartmanpravah

પારસીઓની ઐતિહાસિક ભૂમિ સંજાણની થનારી કાયાપલટ

vartmanpravah

Leave a Comment