October 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘે વિજ્‍યાદશમીએ કરેલું પથ સંચલન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: ગઈકાલ શનિવારે દશેરાના તહેવાર નિમિત્તે સેલવાસમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ (આર.એસ.એસ.) દ્વારા વિજ્‍યાદશમી ઉત્‍સવ અને સત્‍યનો અસત્‍ય ઉપર વિજયની પરંપરાના સ્‍મરણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પથ સંચલન કર્યું હતું. આ પ્રસંગે બહુમાળી સરકારી કોલોની સંઘ સ્‍થાન પર આયોજીત કાર્યક્રમમાં બીએપીએસના શ્રી સાધુ દિવ્‍યતનયદાસ પૂજ્‍ય કોઠારી સ્‍વામીજીના મુખ્‍ય અતિથિ પદે પ્રમુખ પ્રમુખ વક્‍તા તરીકે જિલ્લા કાર્યવાહક શ્રી મહેશભાઈ પટેલ, નગર કાર્યવાહક શ્રી ભૂપેન્‍દ્ર ઉપસ્‍થિત રહ્યા હતા.
પથ સંચલનની શરૂઆત બહુમાળી કોલોનીથી શરૂ કરી હતી જે કિલવણી નાકા, ઝંડાચોક, પોલીસ સ્‍ટેશન, શહીદ ચોક, ટોકરખાડા, ગોડસે કોર્નર થઈ કિલવણી નાકા થઈને પરત બહુમાળી સરકારી કોલોની ખાતે સંપન્ન કરવામાં આવી હતી. આ પથ સંચલનનું નગરજનો દ્વારા પુષ્‍પવર્ષા કરી સ્‍વાગત કરવામાંઆવ્‍યું હતું. આ પ્રસંગે 166થી વધુની સંખ્‍યામાં ગણવેશધારી સ્‍વયંસેવકોએ ભાગ લીધો હતો.
આ અવસરે કોઠારી સ્‍વામી શ્રી સાધુ દિવ્‍યતનયદાસે અને મુખ્‍ય વક્‍તા શ્રી મહેશભાઈ પટેલે ઉપસ્‍થિત સ્‍વયંસેવકોને સંબોધન પણ કર્યું હતું. ત્‍યારબાદ સ્‍વયંસેવકો અને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત નગરજનોએ શષાપુજા પણ સંપન્ન કરી હતી.

Related posts

દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરુ મુફદ્દલ સૈફુદ્દીન સૈયદ રાત્રે વાપી સ્‍ટેશનથી પસાર થવાના હોવાથી લોકો ઉમટી પડયા

vartmanpravah

વાપી ગુંજન રમઝાનવાડીમાં ચોરાયેલ ગટરના ઢાંકણને લીધે ગટરના 6 ફૂટ ઊંડા ખાડામાં ગાય ખાબકી

vartmanpravah

દૂધનીમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લાની મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા પ્રશાસન એક્‍શન મોડમાં: રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની પ્રવૃત્તિઓનું કરાયેલું નિરીક્ષણ

vartmanpravah

વલસાડ કુંડી ઓવરબ્રિજ ઉપર બટાકા ભરેલ ટ્રક પલટી મારતા અકસ્‍માત સર્જાયો :ચાલકનો બચાવ

vartmanpravah

રોટરી વાપી રિવર સાઈડનો પદગ્રહણ સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment