આવનારી જિલ્લા તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીઓની
રૂપરેખાની થઈ ચર્ચા-વિચારણા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.15: પારડી એકલિંગી મહાદેવ મંદિર ખાતે તારીખ 15.10.2024 ના રોજ પારડી તાલુકા તથા પારડી શહેર કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક મળી હતી.
ગુજરાત પ્રદેશના પ્રભારી ઉષાબેન નાયડુના અધ્યક્ષ સ્થાને મળેલ આ કારોબારી બેઠકમાં કોંગ્રેસના જિલ્લા તાલુકા તથા શહેરના હોદ્દેદારો સહિત ઉપસ્થિતનાનામાં નાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ પક્ષને લગતા પોતાના પ્રશ્નો તથા રજૂઆતો પ્રભારી ઉષાબેન આગળ કરી હતી.
પ્રભારી ઉષાબેન સૌને શાંતિથી સાંભળ્યા બાદ એમણે જણાવ્યું હતું કે, નેતાઓ મહત્વના નથી નેતાઓ બદલાતા રહે છે પરંતુ કાર્યકર્તાઓ છે તો જ નેતાઓ છે હોવાનું જણાવી આગળ પાછળનું સૌ ભૂલી જઈ આ વખતે તમામ ચૂંટણીઓ કોંગ્રેસના સિમ્બોલ પરથી જ લડી કોંગ્રેસને જીતાડવા હોવાનું જણાવ્યું હતું અને આ ચૂંટણી અંગેની રણનીતિ પણ ઘડી કાઢવામાં આવી હતી.
વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલે પણ આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં તમામ સહયોગ મળશેની ખાતરી આપી આ આવનારી ચૂંટણીઓ અંગેના પોતાના મંતવ્યો પણ જણાવ્યા હતા.
આજની આ કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી ઉષાબેન નાયડુ, વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દિનેશભાઈ પટેલ, પારડી નગરપાલિકા કોંગ્રેસ સમિતિના ઈન્ચાર્જ કિશનભાઈ પટેલ, પારડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મેહુલભાઈ વશી, પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ બીપીનભાઈ પટેલ, પારડી તાલુકા કોંગ્રેસ મહિલા પ્રમુખ જીનલબેન પટેલ, તરુણભાઈ, કાંતિભાઈ, પારડી શહેર કોંગ્રેસ યુવા પ્રમુખ જસ રાણા, પારડી શહેર કોંગ્રેસ મહામંત્રી કપિલ હળપતિ તથાદિનેશભાઈ સહિત મોટી સંખ્યામાં કારોબારી સભ્યો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.