(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: અત્રે કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસિસ કોલેજ, વાપી ખાતે નવ દુર્ગા માતાની ઉપાસનાના નવરાત્રી પવિત્ર મહોત્સવ અંતર્ગત તા.08.10.2024 ના રોજ કોલેજ પરીસરમાં કોલેજના વિદ્યાર્થીઓ પણ આ પવિત્ર મહોત્સવમાં ભાગ લઈ તેનો હેતુ સમજી શકે તે માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં આશરે 1000 વિદ્યાર્થીઓએ ભાગ લઈને આયોજનને સફળ બનાવ્યું હતું. આ ગરબા મહોત્સવમાં ભાગ લેનાર ખેલૈયાઓ બેસ્ટ ડ્રેસ, ચહેરાનો હાવભાવ અને ઘરેણાના પહેરવેશની સાથે ગરબાના સ્ટેપ્સને ધ્યાનમાં રાખીને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેસ્ટ ડ્રેસ બોય્સમાં અમન દિવાકર અને ગર્લ્સમાં નિધિ શર્મા વિજેતા જાહેર થયા હતા. તેમજ સમગ્ર ગરબામાં બોયઝમાં કરણ ગીરાસેને પ્રથમ, વિવેક ભાનુશાલી દ્વિતીય અને તીર્થ પટેલ તૃતીય તથા ગર્લ્સમાં ભૂમિકા પટેલપ્રથમ, ગ્રેસી પટેલ દ્વિતીય અને પ્રિતિ સિંહ તૃતીય તથા સ્ટાફગણમાં મદદનીશ પ્રાધ્યાપક મીસ શીવાલી ગજરેને પ્રથમ વિજેતા જાહેર કર્યા હતા. આ સ્પર્ધામાં (1)શ્રી હની પટેલ, (2) શ્રી જીગુભાઈ પટેલ અને (3) મીસ વિઘી શાહ જજ તરીકે નિષ્ઠાપૂર્વક સેવા બજાવી હતી. આમ ગરબા મહોત્સવ સફળ રહેતા કોલેજના પ્રિન્સિપાલ ડૉ.પૂનમ બી.ચૌહાણે કૉલેજના તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Previous post