June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી ઉષાબેન નાયડુની અધ્‍યક્ષતામાં પારડી તાલુકા – શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી મળી

આવનારી જિલ્લા તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીઓની
રૂપરેખાની થઈ ચર્ચા-વિચારણા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.15: પારડી એકલિંગી મહાદેવ મંદિર ખાતે તારીખ 15.10.2024 ના રોજ પારડી તાલુકા તથા પારડી શહેર કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક મળી હતી.
ગુજરાત પ્રદેશના પ્રભારી ઉષાબેન નાયડુના અધ્‍યક્ષ સ્‍થાને મળેલ આ કારોબારી બેઠકમાં કોંગ્રેસના જિલ્લા તાલુકા તથા શહેરના હોદ્દેદારો સહિત ઉપસ્‍થિતનાનામાં નાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ પક્ષને લગતા પોતાના પ્રશ્નો તથા રજૂઆતો પ્રભારી ઉષાબેન આગળ કરી હતી.
પ્રભારી ઉષાબેન સૌને શાંતિથી સાંભળ્‍યા બાદ એમણે જણાવ્‍યું હતું કે, નેતાઓ મહત્‍વના નથી નેતાઓ બદલાતા રહે છે પરંતુ કાર્યકર્તાઓ છે તો જ નેતાઓ છે હોવાનું જણાવી આગળ પાછળનું સૌ ભૂલી જઈ આ વખતે તમામ ચૂંટણીઓ કોંગ્રેસના સિમ્‍બોલ પરથી જ લડી કોંગ્રેસને જીતાડવા હોવાનું જણાવ્‍યું હતું અને આ ચૂંટણી અંગેની રણનીતિ પણ ઘડી કાઢવામાં આવી હતી.
વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલે પણ આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં તમામ સહયોગ મળશેની ખાતરી આપી આ આવનારી ચૂંટણીઓ અંગેના પોતાના મંતવ્‍યો પણ જણાવ્‍યા હતા.
આજની આ કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી ઉષાબેન નાયડુ, વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દિનેશભાઈ પટેલ, પારડી નગરપાલિકા કોંગ્રેસ સમિતિના ઈન્‍ચાર્જ કિશનભાઈ પટેલ, પારડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મેહુલભાઈ વશી, પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ બીપીનભાઈ પટેલ, પારડી તાલુકા કોંગ્રેસ મહિલા પ્રમુખ જીનલબેન પટેલ, તરુણભાઈ, કાંતિભાઈ, પારડી શહેર કોંગ્રેસ યુવા પ્રમુખ જસ રાણા, પારડી શહેર કોંગ્રેસ મહામંત્રી કપિલ હળપતિ તથાદિનેશભાઈ સહિત મોટી સંખ્‍યામાં કારોબારી સભ્‍યો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નામધા-ચંડોરમાં સંઘપ્રદેશ અને વાપીની ફાર્મા કંપનીઓની ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગુજરાત સ્‍ટેટ યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનો જન્‍મદિવસ વૈદિક યજ્ઞ સાથે ઉજવાયો

vartmanpravah

તલાવચોરામાં કાવેરી નદીના આઝાદી પૂર્વેનો નીચો પુલ પર એપ્રોચ રોડ ઉપર મોટાપાયે માટી પુરાણ કરી કબ્‍જો કરી લેવામાં આવ્‍યો

vartmanpravah

અમદાવાદ જતી ડબ્‍બલ ડેકર ટ્રેનના કોચ સી-7 માં વાપી સ્‍ટેશને યાંત્રિક ખામી સર્જાઈ : કોચને સ્‍ટેશન પર છોડી ટ્રેન રવાના કરાઈ

vartmanpravah

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગની મીઠાઈની દુકાનોમાં ચકાસણી અવિરત ચાલુઃ પદાર્થ ખાવા યોગ્‍ય છે કે નહીં તેની જાહેરાત કરાતી નથી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ટ્‍વીટ કરી ભારતીય સશસ્ત્ર દળના જનરલ બિપીન રાવતના અકાળે થયેલા અવસાનની વ્‍યક્‍ત કરેલી દુઃખની લાગણી

vartmanpravah

Leave a Comment