October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં સલાડ ડેકોરેશન સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર શાળા દ્વારા સલાડ ડેકોરેશન સ્‍પર્ધાનું આયોજન કરાયું હતું.
શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા સલાડ ડેકોરેશન સ્‍પર્ધાનું આયોજન શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં તમામ શિક્ષકોના સહયોગથી કરવામાં આવ્‍યું હતું. સ્‍પર્ધામાં ધોરણ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્‍સાહભેર ભાગ લઈ સરસ મજાનું વિવિધ ફળો અને શાકભાજીનો ઉપયોગ કરી વિવિધ આકારો લઈ સલાડ ડેકોરેશન તૈયાર કર્યું હતું. બાળકો દ્વારા તૈયાર કરાયેલ આ ડેકોરેશનને નિહાળતા સૌ કોઈ મોહિત થઈ ગયા હતા.
સ્‍પર્ધામાં વિજય થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.જેમાં ધો.1 માં પ્રથમ ક્રમાંક નીલ આર નાયક, ધો.2 માં વૈદેહી એસ ખાનોલી, ધો.3 માં દ્રષ્ટિ એસ સોલંકી, ધો.4 માં ધ્‍યાની આર. પટેલ ધો.પ માં રાજવીર બી. પાવરા, ધો.6 માં દિયા એચ. રાવતા ધો.7 માં રિદ્ધિ આર. પટેલ અને ધો.8 માં જૈનીલ એસ. પટેલે પ્રાપ્ત કરતા સ્‍પર્ધામાં વિજેતા થયેલ સર્વે વિદ્યાર્થીઓને શાળાના મેનેજિંગ ટ્રસ્‍ટી કપિલ સ્‍વામીજી, તમામ ટ્રસ્‍ટીગણો, કેમ્‍પસ એકેડેમિક ડિરેક્‍ટર ડો.શૈલેષ લુહાર, એડમીન ડિરેક્‍ટર હિતેન ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ચંદ્રવદન પટેલ તથા તમામ શિક્ષકગણોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

ઓલપાડમાં ઈન્‍ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નગીનભાઈ પટેલની નિમણૂક

vartmanpravah

એસ.પી. રાજેન્‍દ્ર પ્રસાદ મીણાની અધ્‍યક્ષતામાં દાનહ પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે જ્‍વેલર્સના વેપારીઓ સાથે અવૈધ ગતિવિધિઓથી સાવધ રહેવા બેઠકનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં ભંગારના ગોડાઉનમાં આગ ભભુકતા દોડધામ મચી

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પદ માટે 3 ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

ખાખી વર્દી હવે ‘લોકમિત્ર’ બનવા તરફ મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનનો નવતર અભિગમઃ લોકોની વચ્‍ચે જઈ લોકો સાથે સંવાદ કરી ગુનાની રોકથામ અને જાગૃતિ કેળવવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

શ્રીનગરમાં સીઆરપીએફમાં ફરજ બજાવતા ચીખલી ખુડવેલના 41 વર્ષીય જવાન હેમંતભાઈ પટેલને છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ નિધન થતાં પરિવાર સહિત સમગ્ર પંથકમાં ફેલાયેલી શોકની લાગણી

vartmanpravah

Leave a Comment