July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરી ફળીયામાં ભંગારના ગોડાઉનમાં આગ ભભુકતા દોડધામ મચી

ભંગારના ગોડાઉનોમાં અવારનવાર લાગતી આગો ખતરનાક સાબિત થઈ રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી ડુંગરી ફળીયા વિસ્‍તાર એટલે ભંગાર ગોડાઉનોનો જમેલો રહેણાંક વિસ્‍તારો વચ્‍ચે પણ ભંગારના ગોડાઉનો બિના રોકટોક ધમધમી રહ્યા છે. એવા ગોડાઉનોમાં અવારનવાર આગ લાગવાના બનાવો બનતા રહે છે. છીરી, રામનગર, ડુંગરી ફળીયા, બલીઠા, સલવાવ જેવા વિસ્‍તારોમાં અઢળક ભંગારના ગોડાઉનો ખતરો નોતરે એ રીતે કામગીરી કરી રહ્યા છે.
આજે ગુરૂવારે ડુંગરી ફળીયામાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં બપોરના સુમારે અચાનક આગ ભભુકતા દોડધામ મચી જવા પામી હતી. આગને કારણે મોટા મોટા ધુમાડાના વાદળો છવાઈ જતા આજુબાજુના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ફાયર બ્રિગેડે ઘટના સ્‍થળે પહોંચી આગ બુઝાવી દીધી હતી. આગમાં અન્‍ય કોઈ જાનહાનીનો બનાવ બન્‍યો નથી. આગ લાગવાનું કારણ પણ અકબંધ રહ્યું છે.

Related posts

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં તા.૧૩ મે એ નેશનલ લોક અદાલત યોજાશે

vartmanpravah

ઉમરગામના દહેરી ખાતે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની આઈએએસ પ્રસનજીત કૌરે મુલાકાત લીધી

vartmanpravah

આલીપોર હાઈવે ઉપર કારડિવાઈડર કૂદી સામેના ટ્રેક પર કન્‍ટેઈનર સાથે ધડાકાભેર અથડાતા 4 લોકોના કરૂણ મોત

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા સ્‍ટ્રીટ વેન્‍ડર માટે લોન મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

શ્રીસ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખેલમહાકુંભમાં ઝળકી

vartmanpravah

ધરમપુરમાં જી.એસ.ટી અધિકારી બની આવેલો ઠગ વેપારીઓની સતર્કતાથી જેલમાં ધકેલાયો

vartmanpravah

Leave a Comment