April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પદ માટે 3 ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

  • ઉપ પ્રમુખ અને સચિવના પદ માટે 22 ઉમેદવારોએ ભરેલું ઉમેદવારી પત્ર

  • 24 જુલાઈ સુધી નામો પરત ખેંચી શકાશેઃ 04 ઓગસ્‍ટે ચૂંટણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : આગામી 4 ઓગસ્‍ટ, 2023ના રોજ સૂચિત દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન(ડીઆઈએ)ની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પછી શ્રી વિનય સિંહની અધ્‍યક્ષતામાં 17 જુલાઈના રોજ ચકાસણી માટે સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ડીઆઈએના પ્રમુખ પદ માટે ત્રણ ફોર્મ માન્‍ય જણાયા હતા. જેમાં શ્રી સત્‍યેન્‍દ્ર કુમાર, વર્તમાન પ્રમુખ શ્રી પવન અગ્રવાલ અને શ્રી મુકેશ શેઠે ડીઆઈએના પ્રમુખ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. જ્‍યારે ડીઆઈએના ઉપ પ્રમુખ માટે શ્રી સન્ની પારેખ અને શ્રી શરદ પુરોહિત, શ્રી હરીશ પટેલ અને શ્રી આર.કે.શુક્‍લાએ ફોર્મ ભર્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આગામી 4 ઓગસ્‍ટ, 2023ના રોજ ડીઆઈએના પ્રમુખ, ઉપ પ્રમુખ તથા સચિવના પદ માટે સામાન્‍ય ચૂંટણી યોજાશે. શ્રી સત્‍યેન્‍દ્ર કુમાર, વર્તમાન પ્રમુખ શ્રી પવન અગ્રવાલ અને શ્રી મુકેશ શેઠે પોતાની ઉમેદવારી નોંધાવી છે. જ્‍યારે ઉપ પ્રમુખના પદ માટે શ્રી સન્ની પારેખ, શ્રી શરદ પુરોહિત, શ્રી હરીશ પટેલ અને શ્રી આર.કે.શુક્‍લાએ પોતાનું ઉમેદવારીફોર્મ ભર્યું છે.
17મી જુલાઈના સોમવારે બપોરે 3 વાગ્‍યે ડી.આઈ.એ.ના સોમનાથ ખાતેના સભાખંડમાં શ્રી વિનય સિંહ, શ્રી તરુણ સિંહા અને શ્રી આનંદ ગોયલની અધ્‍યક્ષતામાં ઉમેદવારી ફોર્મની ચકાસણી સમિતિની બેઠક મળી હતી.
આ બેઠકમાં શ્રી વિનય સિંહે જણાવ્‍યું હતું કે, આગામી 4થી ઓગસ્‍ટે યોજાનારી દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી માટે નામાંકનની છેલ્લી તારીખ સુધી પ્રમુખ, ઉપ પ્રમુખ, સચિવ તથા સંયુક્‍ત સચિવ, કોષાધ્‍યક્ષ અને કારોબારી સમિતિના સભ્‍યોના પદ માટે કુલ 30 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં સંયુક્‍ત સચિવના પદ માટે માત્ર શ્રી વિનીત ભાર્ગવે જ ઉમેદવારી નોંધાવી છે. જ્‍યારે ખજાનચીના પદ માટે શ્રી પી.કે. સિંઘ અને શ્રી ગૌરવ ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે.
ઉપરોક્‍ત તમામ ઉમેદવારોના પેપરો માન્‍ય જણાયા છે. આ સાથે અન્‍ય 20 ઉદ્યોગપતિઓએ કારોબારી સમિતિના સભ્‍યોના પદ માટે ઉમેદવારી નોંધાવી છે. હવે 24 જુલાઈના રોજ નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. જો જરૂરી હોય તો, 4 ઓગસ્‍ટ, 2023ના રોજ ડીઆઈએના પ્રમુખ સહિતના પદો માટે ચૂંટણી યોજવામાં આવશે.

Related posts

મહારાષ્‍ટ્રમાં યોજાનાર આદિવાસી સમાજના મહાસંમેલન અંતર્ગત ધરમપુરમાં બેઠક મળી

vartmanpravah

જૂની પેન્‍શન યોજના સહિતનાં પડતર પ્રશ્નોનાં સંતોષકારક ઉકેલનાં આવેદનપત્ર સાથે રાજયભરનાં સરકારી કર્મચારીઓ ગાંધીનગર ઉમટયા

vartmanpravah

વાપીના હાર્દ ગણાતા ચલા ખાતે એમ.ડી.સ્‍કીન ડો. ખુશ્‍બુ મોડાસિયાના સ્‍કીન ઝેન ક્‍લિનીકનો શુભારંભ

vartmanpravah

કપરાડા તાલુકાના ઓઝરડા ગામે ઉતરાયણ પર્વ નિમિત્તે બાળકોને પતંગ, દોરી અને ધાબળાનું કરાયેલું વિતરણ

vartmanpravah

પારડીના જલારામ નગર ખાતેથી મોડી રાત્રે મહાકાય અજગરનું રેસ્‍કયું કરતા જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્‍સારી

vartmanpravah

વાપીનો રેલવે પુલ બંધ થવાના પ્રથમ દિવસથી નવા રેલવે ફાટક ઉપર ટ્રાફિકની સ્‍થિતિ વણસી

vartmanpravah

Leave a Comment