September 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દેસાઈવાડ નામધા રોડ ઉપર મોબાઈલ શોપ શટરના તાળા તૂટયા : ઘટના સીસીટીવીમાં કેદ

ગણેશ મોબાઈલ સ્‍ટોર્સની ઘટના : જો કે તસ્‍કરોનો પ્રયાસ નિષ્‍ફળ રહ્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી દેસાઈવાડ નામધા રોડ ઉપર કાર્યરત એક મોબાઈલ શોપના મંગળવારે રાત્રે શટરનાી તાળા તસ્‍કરોએ તોડયા હતા પરંતુ ચોરીનો પ્રયાસ નિષ્‍ફળ રહ્યો હતો. મોબાઈલ શોપને કંઈ નુકશાન પહોંચાડી શક્‍યા નહોતા.
વાપી નામધા રોડ દેસાઈવાડ સ્‍થિત કાર્યરત ગણેશ મોબાઈલ સ્‍ટોર્સના સંચાલક સિકંદર જયશ્વાલ ઉપર રાત્રે ફોન આવ્‍યો હતો કે તમારી દુકાનના શટરના તાળા તૂટેલા છે. તેથી સંચાલક તુરંત દુકાને દોડી ગયા હતા. દુકાનના તાળા તૂટેલા હતા તેથી ટાઉન પોલીસમાં ઘટનાની જાણ કરી હતી. તુરંત પોલીસ ઘટના સ્‍થળે ધસી ગઈ હતી. સીસીટીવીની તપાસ હાથ ધરી હતી. જેમાં બે ઈસમો દુકાન આસપાસ ફરતા જોવા મળ્‍યા હતા. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દુકાન સંચાલકો જણાવ્‍યું હતું કે, પોલીસ સ્‍ટેશનથી માત્ર 100 મીટરના અંતરે દુકાન હોવા છતાં ચોરીનો પ્રયાસ થયો છે. જો કે ચોરટા કશુ ચોરી શક્‍યા નથી. કોઈ નુકશાન થયું નથી પરંતુ રાત્રી પેટ્રોલીંગ વધારવાનીજરૂરીયાત હોવાનું વેપારીએ જણાવ્‍યું હતું. ચોમાસાની ઋતુમાં તસ્‍કરો વધુ સક્રિય રહે છે. અને નાની મોટી ચોરીને અંજામ ખાસ આપતા હોય છે.

Related posts

દાનહ એક્‍સાઇઝ વિભાગે ખેરડીથી ગેરકાયદેસર દારૂ-બિયર ભરેલ ટેમ્‍પા સહિતનો રૂા.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

vartmanpravah

જેઈઆરસીની યોજાયેલી જનસુનાવણીમાં સેલવાસ-દમણમાં ટોરેન્‍ટ પાવરના વહીવટ સામે પડેલી પસ્‍તાળ

vartmanpravah

ચીખલીના મલિયાધરામાં વલસાડ એલસીબીએ પીછો કરતા દારૂ ભરેલ પીકઅપ રસ્‍તાની બાજુમાં ઉતરી ગઈ

vartmanpravah

દાદરા નગર હવેલીના સુરંગીમાં પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત માધ્‍યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે આનંદમેળાનું આયોજન

vartmanpravah

વલસાડ તડકેશ્વર મહાદેવ સહિત જિલ્લાના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાવિકોની ભીડ ઉમટી

vartmanpravah

રેલવેના રૂા.4.97 કરોડ બાકી ખેંચાતા વાપી નોટિફાઈડે રેલવેનું પાણી જોડાણ કાપ્‍યું

vartmanpravah

Leave a Comment