Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલા રોડ ઉપર વડાપ્રધાન મોદીનો લોકોની ઉત્તેજના વચ્‍ચે મેગા રોડ શૉ યોજાયો

પાંચ પાંચ કલાક જનમેદની મોદીના આગમનની તપસ્‍યા કરીઃ અંતે રાત્રે 8 કલાકે મોદીના કાફલાની દાભેલ ચેકપોસ્‍ટથી એન્‍ટ્રી થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: છેલ્લા બે દિવસથી વાપી વિસ્‍તારમાં શનિવારે યોજાનાર વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના મેગા રોડ શૉની જબરજસ્‍ત તૈયારીઓને અંતે આજે રાત્રે 8 વાગ્‍યે અંત આવ્‍યો હતો. દમણનો કાર્યક્રમ પુરો કરી વાપીમાં મોદીની એન્‍ટ્રી ક્‍યારે થાય ક્‍યારે થાય તેવી ઉત્તેજના દાભેલ ચેકપોસ્‍ટથી ગોલ્‍ડ કોઈન સર્કલ સુધી ઉપસ્‍થિત જનમેદની દમદાર રીતે પથરાયેલી જોવા મળી હતી.
વાપી દાભેલ ચેકપોસ્‍ટથી ચલામાં વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો કાફલો સમય કરતા ખુબ લેટ એન્‍ટ્રી થયો હતો. આયોજન મુજબ પાંચ વાગ્‍યાનું હોવાથી વાપીભરમાં બપોરે 3 વાગ્‍યા થી હજારોનીજનમેદની ચલા રોડ ઉપર ઉમટવી શરૂ થઈ ચુકી હતી. રાત્રે આઠ વાગ્‍યા સુધી વડાપ્રધાન મોદીને અભિવાદન આપવા સત્‍કાર આપવા માટેની ભવ્‍ય ઉત્તેજના અડીખમ જળવાયેલી જોવા મળી હતી. શાંતિપૂર્ણ માહોલ વચ્‍ચે પ્રતિક્ષાની મીટ માંડેલી હજારોની આંખો થાકીનહોતી તમામ વિવિધ સમાજો ભાજપના સંખ્‍યાબંધ કાર્યકરો ઉપસ્‍થિતિ વચ્‍ચે આખો ચલા રોડ ઉપર કેસરીયો પથરાઈ ચૂકેલો માહોલ સર્જાયો હતો. વાપી દાભેલ ચેકપોસ્‍ટથી દાખલ થયેલ કાફલો મેગા રોડ શૉમાં પરિવર્તિત થઈને 40 મિનિટ રોડ શો ચાલ્‍યો હતો. રાત્રે 8.30 થી વાપી નેશનલ હાઈવે ઉપર પસાર થતી વખતે રસ્‍તામાં પણ સેંકડો લોકો મોદીને નિહાળવા માટે ઉપસ્‍થિત રરહ્યા હતા. અંતે 8.45 કલાકે વલસાડ જુજવામાં જાહેર જનસભામાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પહોંચ્‍યા હતા. તાલીઓના ગડગડાટ અને મોદી મોદીના નારા સાથે સભાનો પ્રારંભ થયો હતો.

Related posts

વાપી સહિત વલસાડ જિલ્લામાં હોળી-ધુળેટી પર્વની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ભર શિયાળે ચોમાસુ બેઠયું : ઠેર ઠેર કમોસમી વરસાદ : એન.ડી.આર.એફ.ની ટીમ સ્‍ટેન્‍ડબાય

vartmanpravah

આજે લઘુ ઉદ્યોગ ભારતી વાપી ઈકાઈ દ્વારા સભાસદ પ્રમાણપત્ર વિતરણ- સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

ચીખલીના તલાવચોરામાં દિપડો દેખાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ન્‍યુ-ગુજરાત પેટર્નના આયોજન અંગે તાલુકા કક્ષાએ બેઠકો યોજાશે

vartmanpravah

સુખાલા ગામે વલસાડ જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો : મોટી સંખ્‍યામાં દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

Leave a Comment