(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07
શ્રીમતી ભાવનાબેન નાનુભાઈબાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવ વાપી એ એમ ફાર્મના પ્રથમ અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઈન્ડસ્ટ્રીઝ વિઝીટનું આયોજન કચીગામ દમણ ખાતે આવેલી મેડલી ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડમાં કરવામાં આવ્યું હતું. આ ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રી વિઝીટનો મુખ્ય હેતુ એકેડેમીક અને ઈન્ડસ્ટ્રીઝના પારસ્પરિક સંબંધો વધુ મજબૂત બને તેમજ વિદ્યાર્થીઓને ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીના વર્તમાન દ્રશ્ય વિશે માહિતી મળે એ હતો.
આ ઈન્ડસ્ટ્રીયલ વિઝીટ માટેનું સમગ્ર નેતૃત્વ કોલેજના આચાર્ય શ્રી ડો.સચિન બી. નારખેડે તેમજ એમ. ફાર્મસીના હેડ અને કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ.શૈલેષ વી. લુહાર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ઈન્ડસ્ટ્રીઝ વિઝીટનું સમગ્ર સંચાલન ફાર્માસ્યુટિકસના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ અને એસોસિયેટ પ્રોફેસર ડો.અનુરાધા પી. પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઈન્ડસ્ટ્રીઝ વિઝીટમાં ઈન્ડસ્ટ્રીઝના સમગ્ર પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા. તેમજ જુદા જુદા ડિપાર્ટમેન્ટસની મુલાકાત પણ લેવામાં આવી હતી અને એ ડિપાર્ટમેન્ટમાં થતી વિવિધ કાર્યવાહી વિષે પણ વિદ્યાર્થીઓને ઝીણવટપૂર્વક માહિતગાર કર્યા હતા.
ઈન્ડસ્ટ્રીઝ વિઝીટ દરમ્યાન સમગ્ર માર્ગદર્શન કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હેડ અને આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી નયન ગાંધી, જનરલમેનેજર- પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના શ્રી પ્રશાંત દેસાઈ અને એક્ઝિકયુટિવ – એચ આર મેનેજર શ્રી કેવલ પટેલ તેમજ વિદ્યાર્થીઓને કવોલીટી ડીપાર્ટમેન્ટ વિશેનું માર્ગદર્શન કવોલીટી એસ્યોરન્સ હેડ સિમ્પલ બારીયા તથા કવોલીટી કન્ટ્રોલ ડીપાર્ટમેન્ટના હેડ શ્રી જીતેન્દ્ર યેવલે દ્વારા સોફેસ્ટીકેટેડ ઈન્સ્ટ્રુમેન્ટ ઓપરેશન વિશેનું તમામ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું અને કંપની વિશે સચોટ માહિતી કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીની નિકી દવે તેમજ પ્રોડકશન ડીપાર્ટમેન્ટની સંપૂર્ણ ઝીણવટભરી માહિતી પ્રશાંત પાટિલ દ્વારા આપવામાં આવી હતી અને ઈન્ડસ્ટ્રીઝ વિઝીટ માટે તમામ બનતા પ્રયત્નો કર્યા હતા.
આ બદલ કોલેજના આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે સમગ્ર ટીમનો આભાર માન્યો હતો. જે બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, એમ. ફાર્મસીના હેડ અને કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્યાય અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા.