September 14, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં સ્‍વાસ્‍થ્‍ય અને આરોગ્‍ય સુરક્ષા કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં ફલ્‍લ્‍ અંતર્ગતસ્ત્રી સ્‍વાસ્‍થ્‍ય અને આરોગ્‍ય સુરક્ષા અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
કાર્યક્રમમાં વક્‍તા તરીકે ડૉ.શ્વેતા આંધેરે કોલેજની વિદ્યાર્થિનીઓને માસિક ધર્મ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી તેમજ આ સમય દરમિયાન રાખવી જોઈતી કાળજી તેમજ સ્‍વચ્‍છતા અંગે માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું. વધુમાં સ્‍વાસ્‍થ્‍ય અંગે રખાતી નિષ્‍કાળજીના કારણે થતાસ્ત્રી રોગોની પણ માહિતી પૂરી પાડી હતી. આ સમય દરમિયાન વિદ્યાર્થિનીઓએ ખોરાકમાં કઈ વસ્‍તુ વધારે પડતી લેવી જોઈએ તેના ઉપર ભાર મૂકયો હતો. કાર્યક્રમમાં કોલેજની તમામ વિદ્યાર્થીનીઓએ હાજરી આપી હતી. ભીલાડની સરકારી વાણિજ્‍ય અને વિનિયન કોલેજના આચાર્ય કાશીરામ ભોયે અને હેડ ક્‍લાર્ક હિતેન પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. કોલેજનાઆચાર્ય ડૉ.સુભાષ આંધેરના માર્ગદર્શન હેઠળ કોલેજના પ્રાધ્‍યાપિકા અંજલી દરજી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્‍યું હતું.

Related posts

દમણ પોલીસે 2 ડ્રગ પેડલર અને 1ડ્રગ સપ્‍લાયરને ઝડપી પાડયા

vartmanpravah

દાનહના સાંસદ અને કલેક્‍ટર સમક્ષ કરેલી રજૂઆતમાં સેલવાસ ન.પા.ના વોર્ડ નં.3ના સભ્‍ય સુમનભાઈ પટેલની હૈયાવરાળ : સેલવાસ શહેરમાં લોકોને પડતી મુશ્‍કેલીઓ જલ્‍દીથી દુર કરો

vartmanpravah

ધરમપુર ખાતે સાંસદ ડો.કે.સી.પટેલની અધ્‍યક્ષતામાં ભાજપના સુશાસન સપ્‍તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો: આદિજાતિના ૫૩૯ લાભાર્થીઓને રૂ.૩.૩૪ કરોડની યોજનકીય સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

વાપી નવા ફાટકનો ટ્રાપિક નૂતન નગરમાં ડાયવર્ટ થતા અકસ્‍માતો વધી રહ્યા છે તેથી રોડ ઉપર બમ્‍પર મુકવાની માંગણી

vartmanpravah

સોમવાર તા.22મી એપ્રિલે ભીમપોરના લીમડી માતા મંદિરનો પાટોત્‍સવ યોજાશેઃ મહાપ્રસાદનું પણ આયોજન

vartmanpravah

Leave a Comment