January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના નગારિયામાં ‘‘વારસો મારા ફળિયાનો” પુસ્‍તકનું વિમોચન કરાયું

આ પુસ્‍તક નવી પેઢીના લોકોને જૂના રીત રિવાજો અને વડીલોના
જીવનમાંથી પ્રેરણા આપશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: ધરમપુર તાલુકાના નગારિયા ગામના પટેલ ફળિયામાં રહેતા કમલેશ બી. પટેલ દ્વારા રચિત ‘‘વારસો મારાફળિયાનો” પુસ્‍તકનું વિમોચનનો કાર્યક્રમ શ્રી જાગૃતિ યુવક મંડળ દ્વારા ગામમાં જ આવેલા શ્રી ચોસઠ જોગણી માતાજીના આંગણે યોજયો હતો.
આ પુસ્‍તકના વિમોચન પ્રસંગે લેખક કમલેશભાઈ પટેલે જણાવ્‍યું કે, આ પુસ્‍તક તૈયાર કરતા મને બે વર્ષનો સમય લાગ્‍યો છે. જે માટે 25 થી વધુ લોકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. નવી પેઢીને વાંચતી કરવા માટે અને જૂના સમયની યાદ અપાવવા ખાસ કરીને વડીલોના જીવનમાંથી પ્રેરણા લેવાની શીખ મળે એટલા માટે જ આ પુસ્‍તકનું સર્જન કર્યુ છે. આ પુસ્‍તક લોકોને કેવી રીતે ઉપયોગી થશે તેની રૂપરેખા સંગીતકાર રમેશભાઈ પટેલે આપી હતી. વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજના પ્રાધ્‍યાપક કિરણભાઈ પટેલે પુસ્‍તકનો પરિચય આપતા જણાવ્‍યું કે, આ પુસ્‍તકમાં માતાજીનું પ્રાગટય, મંદિરનો ઉદભવ, પૂર્વજોનો ઈતિહાસ, જૂની રમતો અને જૂના રિત-રિવાજોનું આલેખન કરવામાં આવ્‍યું છે. ધરમપુરની વનરાજ કોલેજના પ્રાધ્‍યાપક વી.ડી હરકણીયા, માલનપાડા પ્રાથમિક શાળાના નિવૃત આચાર્ય હસમુખભાઈ પટેલ, પુજારીબાપા છોટુભાઈ પટેલ અને સામાજિક કાર્યકર અરુણભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતુ.
સમાજના આગેવાન ઝવેરભાઈ પટેલે શાલ ઓઢાડી લેખક કમલેશભાઈનું સન્‍માન કર્યુ હતું. ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા પણપુષ્‍પગુચ્‍છથી લેખકનું સન્‍માન કરવામાં આવ્‍યુ હતું. પટેલ ફળિયાની બાળાઓ દ્વારા સરસ્‍વતી વંદના કરવામાં આવી હતી. સ્‍વાગત પ્રવચન જિલ્લા પંચાયતના બાંધકામ ખાતામાંથી નિવૃત્ત થયેલા ઈશ્વરભાઈ પટેલે કર્યુ હતું. આભારવિધિ દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ તેમજ વૈશાલીબેને કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા ચેતન પટેલ, હિમાંશુ પટેલ, કલ્‍પેશ પટેલ, વિજય પટેલ, અંકિત પટેલ, હિમેશ પટેલ તથા ફળિયાની બહેનો અને ભાઈઓએ બહુમૂલ્‍ય ફાળો આપ્‍યો હતો.

Related posts

વાપી જીઆઈડીસી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા વસાહતમાં દોડધામ મચી

vartmanpravah

મોટી દમણના ઝરી ખાતે રોંગ સાઈડથી પુરપાટ ઝડપે આવતી મિનિબસની અડફેટે આશાસ્‍પદ નવયુવાનનું મોત

vartmanpravah

આજે વાપીમાં જગત જનની માઁ ઉમિયાના દિવ્‍ય રથની પધરામણી થશે

vartmanpravah

આજથી દમણમાં ધો.10 અને 1રની ગુજરાત બોર્ડની પરીક્ષાનો આરંભ : પ્રશાસન દ્વારા તૈયારી પૂર્ણ

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે જીગ્નેશ બારીની સર્વાનુમતે વરણી

vartmanpravah

ધરમપુરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી

vartmanpravah

Leave a Comment