Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી જી.આઈ.ડી.સી. વિસ્‍તારમાં પાંચ કિ.મી. 66કે.વી.વીજલાઈનનું અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલિંગકરાશે:  નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.ર0
વલસાડ જિલ્લાના વાપી જી.આઈ.ડી.સી. વિસ્‍તારમાં જેટકો દ્વારા રૂા.21.44 કરોડના ખર્ચે 66 કે.વી. જી.આઈ.ડી.સી.લાઇન નં.1 અને 2 માં 3 કિ.મી. તેમજ થર્ડ અને ફોર્થ ફેઝમાં 2 કિ.મી.મળી કુલ પાંચ કિ.મી. ઓવરહેડ વીજલાઈનને અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલિંગમાં કન્‍વર્ટ કરવામાં આવશે. આ કામગીરીનું ખાતમુહૂર્ત નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાના કામો કરવાની ફરજના ભાગરૂપે વિકાસના કામો થયા છે. વાપીના બ્‍યુટિફિકેશન અને સલામતી માટે અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલિંગનો પ્રોજેકટ મંજૂર કરવામાં આવ્‍યો છે. તેમણે જેટકોને અન્‍ડરગ્રાઉન્‍ડ વીજલાઇનની કામગીરી મે સુધીમાં પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન કરવા જણાવ્‍યું હતું. રેસીડેન્‍ટ એરીયામાં પણ અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલિંગનું આયોજન કરાયું હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું. વી.આઈ.એ અને તેમની ટીમના સહયોગ થકી વાપીના ઔદ્યોગિક એકમોના અનેક પ્રશ્નોનું નિરાકરણ થયું છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, બીલખાડી હાઇવેસુધી સંપૂર્ણ રીતે લાઇનિંગ મે સુધીમાં પૂર્ણ થઈ જશે, તેમજ વાપી ગોવિંદા ચાર રસ્‍તાથી વી.આઈ.એ. ચાર રસ્‍તાથી બીલખાડી સુધી લાઇનિંગ થઇ થશે તો ભવિષ્‍યમાં પાણી ભરાવાની સમસ્‍યાનું નિરાકરણ થશે, તેવી આશા તેમણે વ્‍યક્‍ત કરી હતી. આ ઉપરાંત નામધા ખનકીને પણ લાઇનિંગ સાથે કરવાના આયોજનને મંજૂરી મળી ગઇ છે. ચલા વિસ્‍તારના વચ્‍ચેના ભાગમાં પણ નગરપાલિકા દ્વારા સંપૂર્ણ આયોજન કરાયું હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું.
વી.આઈએ.ના પૂર્વ પ્રમુખ શ્રી યોગેશભાઈએ અન્‍ડરગ્રાઉન્‍ડ વિજલાઈન પ્રોજેકટ માટે એસોસિએશને કરેલા પ્રયાસો અંગે વિગતવાર જાણકારી આપી હતી. વી.આઈ.એ. પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલે સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.જેટકોના એડિશનલ ચીફ એન્‍જિનિયર પી.પી. મન્‍સુરીએ આભારવિધિ આટોપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, આ પ્રોજેક્‍ટ સમયમર્યાદામાં પૂર્ણ કરવાના તમામ પ્રયાસો હાથ ધરાશે.
આ અવસરે વીઆઇએ પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી સુનીલભાઈ અગ્રવાલ, વીઆઇએ, માનદમંત્રી શ્રી સતિષભાઈ પટેલ, ખજાનચી શ્રી હેમાંગભાઈ નાયક, સંયુક્‍ત સચિવ શ્રી કલ્‍પેશભાઈ વોરા, એડવાઈઝરી બોર્ડના સભ્‍ય શ્રી યોગેશભાઈ કાબરિયા, શ્રી મિલનભાઈ દેસાઈ, શ્રી એલ.એન.ગર્ગ, શ્રી નાનુભાઈબાંભરોલિયા, શ્રી શિરીષભાઈ દેસાઈ, શ્રી પ્રકાશભાઈ ભદ્રા, શ્રી મધુભાઈ માંગુકિયા, આમંત્રિત સભ્‍ય શ્રી ગૌતમભાઈ શાહ, શ્રી પ્રમોદભાઈ પટેલ, શ્રી હેમંતભાઈ પટેલ, અધ્‍યક્ષ, નોટિફાઈડ એરિયા કમિટી સભ્‍ય શ્રી કૌશિકભાઈ પટેલ, અધ્‍યક્ષ, સમિતિ, શ્રી સુરેશભાઈ પટેલ, અધ્‍યક્ષ, પાવર કમિટી, શ્રી મગનભાઈ સાવલિયા, સભ્‍યપદ સમિતિ, શ્રી જોય કોઠારી, જે.ટી. ચેરમેન, પાવર કમિટી, વીઆઈએના કારોબારી સમિતિના સભ્‍યો – શ્રી લલિત કોઠારી, શ્રી વી.આર.પટેલ, શ્રી રવિ માયત્રા, શ્રી રોહિત સોમપુરા, શ્રી હસમુખ જે પટેલ, શ્રી કળષ્‍ણાનંદ હેબલે, શ્રી મિતેશ દેસાઈ, શ્રી સુનિલ શાહ, શ્રી પંકજ શુક્‍લા, શ્રી અશોક પાટીલ, શ્રી વિરાજ દક્ષિણી, શ્રી દેવેન્‍દ્ર પટેલ, શ્રી જીગર પટેલ, શ્રી જતીન મોનાની, શ્રી અજય પટેલ, શ્રી ભાવેશ દોશી, શ્રી કિરણ પટેલ, સભ્‍યના વરિષ્ઠ સભ્‍યો – શ્રી પ્રેમજી હેમણી, શ્રી મુકેશ ઠાકુર અને અન્‍ય ઘણા, શ્રી દિનેશ પરમાર, પ્રાદેશિક પ્રબંધક, જીઆઈડીસી, વાપી, શ્રી ડી.બી. સાગર, ચીફ ઓફિસર, નોટિફાઈડ એરિયા ઓથોરિટી (એનએએ), વાપી અને કાર્યપાલક ઈજનેર, જીઆઈડીસી, વાપી, શ્રી પી.પી. મુનસિફ, અધિક. મુખ્‍ય ઈજનેર, દક્ષિણ ઝોન ્ર ગુજરાત, ગેટકો, ભરૂચ, શ્રી એ.એન.પટેલ કાર્યપાલક ઈજનેર, ગેટકો, નવસારી, શ્રી પી. એન. પટેલ, કાર્યપાલક ઈજનેર, ગેટકો, વાપી,શ્રીમતી. એન એમ પટેલ, કાર્યપાલક ઈજનેર, ડીજીવીએલ, વાપી, શ્રી સુરેશ પટેલ, નાયબ એન્‍જિનિયર, ડીજીવીસીએલ, જીઆઇડીસી વાપી અને ગેટકો અને ડીજીવીસીએલના ઘણા વધુ અધિકારીઓ, પ્રેસ અને મીડિયા મિત્રો, નગરજનો હાજર રહયા હતા.

Related posts

દીવમાં ફેમિલી હેલ્‍થ સર્વે શરૂ થયો

vartmanpravah

નરોલીની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ભાજપ-શિવસેનાના પ્રતિનિધિઓએ કરેલો ઉષ્‍માભર્યો આદર-સત્‍કાર

vartmanpravah

કપરાડાના તણસાણિયા ગામના 6 યુવાનોને કંપનીમાં માર મારવામાં આવતા મામલો ગરમાયો

vartmanpravah

દેશના પ્રથમ આદિવાસી મહિલા દ્રૌપદીમુર્મુ રાષ્‍ટ્રપતિ પદે વિજયી થતાં પારડી-ધરમપુરમાં વિજ્‍યોત્‍સવની ઉજવણી

vartmanpravah

રસીકરણ મહાઅભિયાન અંતર્ગત વાપી અને વલસાડ રેલ્વે સ્ટેશન ઉપર રાત્રિ વેક્સિનેશન સેશનનો પ્રારંભ

vartmanpravah

દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી મીઠાઈઓની દુકાનોમાંથી લેવામાં આવેલ સેમ્‍પલોના રિપોર્ટને વહેલી તકે સાર્વજનિક કરવા માટે શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટની આરોગ્‍ય સચિવને રજૂઆત

vartmanpravah

Leave a Comment