(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: ‘‘કેવટ નિષ્કામ ધર્મનો આચાર્ય છે એટલે ભગવાન એની પાસે આવીને માગે છે,” માંગી નાવ ન કેવટ આના ‘‘ભક્તિ માગે નહીં પણ આપે, માંગવાનું વધ્યું ત્યારથી ભક્તિ નીસતેજ બની છે” ઉપરોક્ત શબ્દો આજે કાવડેજ શ્રધ્ધા મંદિરે ચાલી રહેલી રામ કથામાં કથાકાર પ્રફુલભાઈ શુક્લએ ઉચ્ચાર્યા હતા, વિશાળ જન્મેદની કથા શ્રવણનો લાભ લઈ રહી છે. આજે કથામાં પધારેલા લાભ પાંચમ 6/11/થી વેદાંશ્રમ નાધાઈ ભાગવત કથાના આયોજક લીલાબેન નટવરલાલ પટેલ અટગામ વાળાનું સુમિત્રાબેન પટેલ અને ઉર્મિલાબેન બિરારીએ સ્વાગત કર્યું હતું. શાંતુભાઈ ગાંવિત, પરભુભાઈ બિરારી, દેવેન્દ્રભાઈ માહલા, અને શ્રધ્ધા મંદિરના યુવાનો કથાને સફળ બનાવવા તનતોડ મેહનત કરી રહ્યા છે. પ્રફુલભાઈ શુક્લની ધારદાર વાણીથી કથા મંડપ શ્રોતાઓથી ઉભરાઈ રહ્યો છે. વાંકલના કર્મકાંડ આચાર્ય હર્ષદભાઈ દવેનું અંકુરભાઈ જોશી દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. શુક્રવારે રામેશ્વર પૂજાઉત્સવ ઉજવાશે. જેમાં સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યુ છે. શનિવારે સાંજે 6, વાગે રામાયણનો દશાંશ હવન રાખવામાં આવ્યો છે.