December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી ચણોદ કોલોનીના નાકે જાહેર રોડની ખુલ્લી ગટરમાં બાઈક ચાલક યુવાન ખાબક્‍યો

અકસ્‍માત બાદ સફાળુ જાગતા તંત્રએ તાત્‍કાલિક ગટર ઉપર ઢાંકણ લગાવી દીધું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: સરકારી તંત્ર હંમેશા આંખ આડા કાન કરતું હોય તેવા બનાવો અને સ્‍થિતિ વારંવાર ચોમેરન જોવા મળતી હોય છે. કંઈક તેવી ગંભીર ઘટના ગુરુવારે રાત્રે વાપી સેલવાસ રોડ ચણોદ કોલોનીના નાકે જાહેર રોડ ઉપરની ગટરનું એક ઢાંકણ ખુલ્લું હતું. રોડ ઉપરથી પસાર થઈ રહેલ બાઈક ચાલક અંધારામાં ખુલ્લી ગટરમાં ખાબકી ગયો હતો. લોકોએ યુવાનને બહાર કાઢી સારવાર માટે ખસેડયો હતો.
જાહેર બાંધકામ વિભાગ, નોટીફાઈડ કે પાલિકા જેવા સરકારી તંત્ર એટલે બધા રેઢીયાળ હોય છે કે ક્‍યારેક અકસ્‍માત સર્જાયા બાદ તકેદારીની કામગીરી કરતા હોય છે. ચણોદ કોલોની નાકે ખુલ્લી ગટરમાં યુવાન પટકાયો, અકસ્‍માત સર્જાયો, બાદ તંત્ર સફાળું જાગ્‍યું અને તાત્‍કાલિક યુધ્‍ધના ધોરણે નવીન ઢાંકણ બેસાડી દેવાયું હતું. ત્‍યારે આ સ્‍થિતિ નિર્માણની તંત્ર રાહ જોતું હતું. અગાઉ રોડ ઉપરની ડ્રેનેજના ખુલ્લા ઢાંકણ કેટલા જોખમી અને જીવલેણ હોય છે, તેનાથી શું તંત્ર આંખ આડા કાન નડતા હોય તેવું ચણોદ કોલોનીની ઘટનાએ પુરવાર કર્યું છે. ઘાયલ યુવાન હાલ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે.

Related posts

દાનહ અને દમણમાં ચોમાસાની તૈયારી સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ કરાયો

vartmanpravah

દાનહઃ ખેરડી પંચાયતમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશની ઔદ્યોગિક રોકાણ પ્રોત્‍સાહન યોજના અંતર્ગત સેલવાસના કલાકેન્‍દ્ર ખાતે રૂા.19 કરોડ 80 લાખની સબસીડીના ચેકનું કરાયેલું વિતરણ

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની પેટા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર તરીકે કલાબેન ડેલકરે કરેલી દાવેદારી

vartmanpravah

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને તા. 22 સુધી સભા-સરઘર પર પ્રતિબંધ

vartmanpravah

વલસાડ કુંડી ઓવરબ્રિજ ઉપર બટાકા ભરેલ ટ્રક પલટી મારતા અકસ્‍માત સર્જાયો :ચાલકનો બચાવ

vartmanpravah

Leave a Comment