(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવી દિલ્હી, તા.07
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નવી દિલ્હી ખાતે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની શુભેચ્છા મુલાકાત લઈ તેમને અગામી 11મી જૂનના રોજ દીવ ખાતે આયોજીત વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સમક્ષ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દમણ-દીવ અને લક્ષદ્વીપના કેટલાક પડતર પ્રશ્નો અને પ્રોજેક્ટના સંદર્ભમાં પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હોવાનું સમજાય છે.