September 29, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં વિજ્ઞાન પ્રવાહના ટોપ થ્રીમાં દમણની સાર્વજનિક વિદ્યાલયની બે વિદ્યાર્થીનીઓનો સમાવેશ

દાદરા નગર હવેલીમાં પ્રભાત સ્‍કોલર્સએકેડેમીનો ડંકોઃ જિલ્લામાં ટોપ થ્રીમાં બે વિદ્યાર્થીઓ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ગુજરાત બોર્ડના વિજ્ઞાન પ્રવાહના પ્રથમ ત્રણ ટોપર્સમાં દમણની સાર્વજનિક વિદ્યાલયની બે વિદ્યાર્થીનીઓ અને સેલવાસની પ્રભાત સ્‍કોલર્સ એકેડેમીના એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
દાદરા નગર હવેલી જિલ્લામાં પ્રથમ ક્રમે કુલ 91.14 ટકા સાથે પ્રભાત સ્‍કોલર્સ એકેડેમીની વિદ્યાર્થીની કુ. અન્‍સારી તબસ્‍સુમ પ્રવિણ અબ્‍દુલ કરીમનો નંબર આવ્‍યો છે. જ્‍યારે બીજા ક્રમે પ્રભાત સ્‍કોલર્સ એકેડેમીની વિદ્યાર્થીની કુ. ગોસ્‍વામી જાન્‍વી દિપકગીરી કુલ 89.57 ટકા સાથે આવ્‍યા છે અને ગવર્નમેન્‍ટ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સેલવાસ અંગ્રેજી માધ્‍યમના વિદ્યાર્થી શ્રી રિશુ સંજીત પાંડેએ 89.54 ટકા સાથે તૃતિય સ્‍થાન પ્રાપ્ત કર્યું છે.
દમણ જિલ્લામાં સાર્વજનિક વિદ્યાલય દમણના બે વિદ્યાર્થીઓએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ટોપ થ્રીમાં સ્‍થાન પ્રાપ્ત કર્યું છે અને દમણ જિલ્લામાં ટોપ થ્રીમાં સ્‍થાન પ્રાપ્ત કરનારી ત્રણેય કન્‍યા વિદ્યાર્થીનીઓ છે.
દમણ જિલ્લામાં ટોપ થ્રીમાં સાર્વજનિક વિદ્યાલય દમણની વિદ્યાર્થીની કુ. નિકી મુકેશભાઈ બારિયા 93.28 ટકા સાથે પ્રથમ, સાર્વજનિક વિદ્યાલય દમણની વિદ્યાર્થીની કુ. સાદિયા ખાન 91 ટકા સાથે દ્વિતીય અને ગવર્નમેન્‍ટ હાયરસેકન્‍ડરી સ્‍કૂલ ભીમપોરની વિદ્યાર્થીની કુ. સિંગ સ્‍નેહા ઓમકારનાથ 89.67 ટકા સાથે તૃતિય સ્‍થાન પ્રાપ્ત કર્યું છે.

Related posts

કપરાડાની સરકારી કોલેજમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘ફીટ ઈન્‍ડિયા ફ્રીડમ રન’ યોજાઈ

vartmanpravah

ભિલાડ નજીકના ઝરોલીમાં ત્રાટકેલા ચાર લૂંટારૂ

vartmanpravah

પારડીમાં નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સખી મંડળોને રૂ.૪૯૧.૯ લાખની સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

દાનહ જિ.પં.ની સામાન્‍ય સભામાં શાસક પાંખે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કામો નહી થઈ રહ્યા હોવાનો કરેલો સ્‍વીકાર

vartmanpravah

દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસના પ્રદેશ ભાજપના કાર્યક્રમમાં એકત્રિત મોટી ભીડઃ શ્રમિકોની હાજરીએ બેવડાવેલો ઉત્‍સાહ

vartmanpravah

સાવધાન !! થર્ટી ફસ્‍ટમાં મદીરા પાન કે દારૂ સાથે પકડાશો તો વલસાડ જિલ્લા પોલીસ સ્‍વાગત માટે રેડી

vartmanpravah

Leave a Comment