(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: વાપીનાં ચલા ખાતે આવેલ શ્રી રંગ અવધૂત કુટિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.10-11-2024ને રવિવારે 127મી રંગ જયંતિની ભક્તિભાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
વાપી ચલા ખાતે આવેલ શ્રી રંગ અવધૂત કૂટિરખાતે વહેલી સવારે 6.30 કલાકે પ્રભાતિયા, આરતી, 6.30 કલાકે પ્રભાત ફેરી, સવારે 9 કલાકે પાદુકા પૂજન બાદ ભજન-કીર્તન અને દત્ત બાવની પાઠ બાદ બપોરે 12.30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 6.30 કલાકે સાયં પ્રાર્થના, આરતી અને પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. પૂજ્ય રંગ અવધૂત મહારાજની 127મી જન્મ જયંતીનો અવસર હોય દૂર દૂર થી મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતાં.