August 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

67મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી સ્‍મરણાંજલિ

ડો. બાબાસાહેબ આંબેડકરે ગરીબી સામે લડવા શિક્ષણને અમોઘ શષા ગણાવ્‍યું હતું. જેને મોદી સરકારે પોતાની યોજનાઓમાં કાર્યાન્‍વિત કરતા આજે દાનહ અને દમણ-દીવમાં દરેક લોકો માટે ખુલેલા ઉચ્‍ચ શિક્ષણના અનેક દ્વારોઃ સરપંચ મુકેશ ગોસાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06: દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં આજે ભારતના બંધારણના નિર્માતા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે સ્‍મરણાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકરે ફક્‍ત અનુજાતિ કે જનજાતિના લોકોનું જ નહીં પરંતુ મહિલા, કામદારો તથા અન્‍ય પછાત વર્ગ સહિત સમગ્ર માનવજાતના સર્વાંગી ઉત્‍થાન માટે કામ કર્યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકરે ગરીબી સામે લડવા શિક્ષણને અમોઘ શષા ગણાવ્‍યું હતું. જેને મોદી સરકારે પોતાની યોજનાઓમાં કાર્યાન્‍વિત કરીઆજે દાદરા નગર હવેલી અને દમણ-દીવની વાત કરવામાં આવે તો છેવાડેના દરેક લોકો માટે ઉચ્‍ચ શિક્ષણના અનેક દ્વારો ખુલી ગયા છે. તેમણે પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી મેડિકલ, પેરા મેડિકલ, એન્‍જિનિયરીંગ, નર્સિંગ, ફેશન ડિઝાઈનીંગની કોલેજો આપણા પ્રદેશના બાળકોની શિક્ષણની ભૂખ ઉઘાડવા માટે શરૂ થઈ છે. તેથી અડધી રોટલી ખાઈને પણ બાળકને ભણાવવા ઉપર તેમણે જોર આપ્‍યું હતું.
આ પ્રસંગે ઉપસરપંચ શ્રી મિલન રાયચંદ, સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી નટવરભાઈ પેઈન્‍ટર સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.
વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ ઉપસ્‍થિત તમામ લોકોએ પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યું હતું.

Related posts

વાપી જીઆઈડીસીની કંપનીઓમાં તસ્‍કર ગેંગનો ચોરી કરવાનો પ્રયાસ : ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

સેલવાસ પંચાયત માર્કેટ ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પાંચમી નવેમ્‍બરે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ચૂંટણી

vartmanpravah

દીવની વાત્‍સલ્‍ય સંસ્‍થામાં ‘‘રાષ્‍ટ્રીય મનોદિવ્‍યાંગ દિન”ની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ

vartmanpravah

ત્રણ ત્રણ ટર્મ સરપંચ પદે રહી ચીખલી નગરની કાયાપલટ કરવામાં મહત્‍વનું યોગદાન આપનાર વેપારી અગ્રણી સ્‍વ. પ્રતાપસિંહ રાજપૂતની ચીખલીમાં રાજપૂત સમાજ અને વિવિધ સંસ્‍થા દ્વારા યોજાયેલ પ્રાર્થના સભામાં મહાનુભાવો દ્વારા આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

મધ્‍ય પ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્‍દ્ર શાસ્ત્રી સોમનાથ મહાદેવના શરણે

vartmanpravah

Leave a Comment