September 9, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં ભાજપનામિશન-2024નો આરંભઃ રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિએ દાનહના સંગઠનમાં ફૂંકેલા પ્રાણ

પક્ષના સંગઠનને મજબૂત અને સક્ષમ બનાવવા રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિએ આપેલું જ્ઞાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.15 : આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી સી.ટી. રવિ કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના બે દિવસની મુલાકાતે આવી પહોંચ્‍યા હતા. આ પહેલાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીશ્રીનું સંઘપ્રદેશ ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ વાપી રેલ્‍વે સ્‍ટેશન પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી સી.ટી.રવિ દ્વારા તેમના પ્રવાસના પ્રથમ દિવસે, પ્રદેશ ભાજપની કોર કમિટીની બેઠક દાદરા નગર હવેલીના સર્કિટ હાઉસ ખાતે સવારે 10:00 વાગ્‍યે યોજવામાં આવી હતી. ત્‍યારબાદ સેલવાસ ખાતેના ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે દાનહ ભાજપના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સેલવાસ શહેર અને ગ્રામ્‍ય તથા જિલ્લાના પદાધિકારીઓ સાથે સંવાદ બેઠક યોજીને પ્રદેશના વિવિધ વિસ્‍તારમાં સંગઠનની પરિસ્‍થિતિ અંગે સમીક્ષા કરવામાં કરી હતી અને બેઠકમાં ઉપસ્‍થિતોને ઉપયોગી માર્ગદર્શન આપ્‍યું હતું.
બેઠકના સમાપન પછી શ્રી સી.ટી.રવિએ પ્રદેશના પદાધિકારીઓ સાથે એક બેઠક યોજી આગામી લોકસભાની ચૂંટણીઅંગે ચર્ચા-વિચારણાં કરી હતી અને પ્રદેશના સંગઠનને મજબૂત અને સક્ષમ બનાવવું અંગે માર્ગદર્શન આપ્‍યું હતું. ત્‍યારબાદ બપોરના ભોજન બાદ નરોલી ગામમાં જિલ્લાંના ભાજપના તમામ મંડળોના પ્રમુખો, હોદ્દેદારો અને બુથ પ્રમુખો સાથે વિશાળ બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી શ્રી સી.ટી.રવિએ સંગઠનને ગ્રાઉન્‍ડ ઝીરો ઉપર ઉતરી જન કલ્‍યાણના કાર્યો કરવા સલાહ આપી હતી. તેમણે કેન્‍દ્રની મોદી સરકારની વિવિધ યોજનાઓની માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા ખાસ આગ્રહ સાથે સૂચના આપી હતી.
આ પ્રસંગે સંઘપ્રદેશના ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે આયોજિત તમામ બેઠકોમાં વિશેષ ઉપસ્‍થિત રહી કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.
આજના કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલ, દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, ઉપ પ્રમુખ શ્રી દીપક પ્રધાન, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, પ્રદેશ મંત્રી શ્રી જીજ્ઞેશ ડી. પટેલ, શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ, ઉપ પ્રમુખ શ્રી મહેશ આગરીયા, પ્રદેશ મહામંત્રી શ્રી મનીષભાઈ દેસાઈ, શ્રી મહેશ ગાવિત, શ્રી પ્રકાશ ટંડેલ, શ્રી સુમનભાઈ પટેલ, શ્રી પ્રિયંકસિંહ પરમાર અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્‍યાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રદેશ કમિટીની નવનિયુક્‍ત ટીમનું દમણ જિલ્લા ભાજપે કરેલું સ્‍વાગત

vartmanpravah

આંબોલીમાં રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા વિનામૂલ્‍યે આંખની તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

વાપીનું ગૌરવ: આરજીયુએચએસ – કર્ણાટક યુનિવર્સિટીમાં ડૉ.અદિતિ ગાંધીએ ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

vartmanpravah

ડોક્‍ટરના પ્રિસ્‍ક્રિપ્‍શન વગર દવા અપાતા દાનહનામસાટની દુકાન સીલ

vartmanpravah

ઉમરગામ નવી જીઆઈડીસીમાં નજીવી બાબતે થયેલી હત્‍યા અને એક ગંભીર

vartmanpravah

ચીખલી સહિત નવસારી જિલ્લાના રોડ કોન્ટ્રાક્ટરો ઍસ.અો.આર. સુધારણાની માંગને લઈ હડતાળ ઉપર

vartmanpravah

Leave a Comment