(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાટી ગામની મહિલાઓ સંચાલિત-પાટી (પારડી) દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.ની ‘‘30 મી વાર્ષિક સાધારણ સભા” મીનાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.
મહિલાઓ સંચાલિત-પાટી દૂધ ઉત્પાદક ‘‘વાર્ષિક સાધારણ સભા” અધ્યક્ષ મીનાબેન પટેલ, પ્રમુખ ચંપાબેન પટેલ, વસુધારા ડેરી મહેન્દ્રભાઈ દેસાઈ, બહાદુરભાઈ પટેલ અને સરપંચ પાટી જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆતકરવામાં આવી હતી.
વસુધારા ડેરી આલીપુર મહેન્દ્રભાઈ દેસાઈ દ્વારા જણાવાયું કે, પ્રમુખ ચંપાબેન પટેલ, અને બહાદુરભાઈ પટેલ કમિટી સભ્યો, સભાસદો મંડળીના અનેક પડકારો અને અડચણો હેઠળ વચ્ચે પણ મંડળીની પ્રગતીના ઉચ્ચશિખરો સર કર્યા. વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. વસુધારા ડેરી સંયોજિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાંથી સ્વચ્છ દૂધ ઉત્પાદન અંતર્ગત વધારેમાં વધારે તેમજ સારી ગુણવત્તાવાળું દૂધ સંપાદન કરતી મંડળીની કેટેગરીમાં સમગ્ર વલસાડ જિલ્લામાં મ.સ.પાટી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.બીજા ક્રમે આવી છે. પાટી એક નાનકડું ગામ છે જેની 1400 ની વસ્તીમાં 1500 લીટર દૂધ ગામમાં 2 કરોડથી આવકથી મહિલાઓ સ્વનિર્ભર બની છે. મહિલાઓને વધુ દૂધ મેળવવા ગાય માટે આરોગ્ય જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મહિલાઓ સંચાલિત – પાટી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. પ્રમુખ ચંપાબેન બહાદુરભાઈ પટેલ અને ગ્રામજનોએ 32 વર્ષ સુધી મંડળીને ખુબ પ્રગતી અપાવી સફળતાની શિખરો સર કર્યા છે. ચંપાબેન બહાદુરભાઈ પટેલ જે સ્વૈશિક નિવૃત્ત થતા ગામના સરપંચ અગ્રણીઓ ડેરીના મંત્રી ભારતીબેન અને સભાસદો દ્વારા ભવ્ય સન્માનિત કરી વિદાય સન્માનપત્ર આપવામાં આવ્યું.
વર્ષમાં વધુ દુધ ભરનાર 1 થી 5 નંબર મેળવનાર મહિલાઓપુષ્પાબેન પટેલ, કલાવતીબેન પટેલ, મીરાબેન પટેલ, ટીનાબેન પટેલ અને સીતાબેન પટેલને સાલ ઓઢાડી પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં બીજા નંબર સ્થાન મેળવનાર મહિલા મંડળીની શરૂઆત સને. 1992 થી એક સૂચિત મંડળી સ્વરૂપે કરી ત્યારના સમયે સવાર-સાંજ મળીને કુલ 21-લીટર દૂધનું કલેક્શન થતું. ત્યારબાદ તા. 17-6-1993 થી મંડળી રજીસ્ટર્ડ થઈ. હાલ જે મંડળી કાર્યરત છે એ મંડળીના મકાન માટે જમીન વિનામુલ્યે પ્રમુખ ચંપાબેન બહાદુરભાઈ પટેલ દાન આપવામાં આવી છે. હાલમાં પણ બહાદુરભાઈ પટેલ દ્વારા જરૂરિયાત મુજબ જમીન અને સહકાર આપવા માટે પણ ઉદાર ભાવના દર્શાવી છે.
પાટી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. પ્રમુખ ચંપાબેન બહાદુરભાઈ પટેલ નિવૃત્ત થતા ગામના સરપંચ જીતેન્દ્રભાઈ પટેલ નવા પ્રમુખની દ્વારા દરખાસ્ત મુકવામાં આવી હતી. પૂર્વ સરપંચ ઉમેદભાઈ પટેલે ટેકો આપ્યો હતો. ઉપસ્થિત સભાસદો ગ્રામજનોએ નવા પ્રમુખ પ્રતિક્ષા પટેલ માટે સર્વ સંમતિથી વરણી કરવામાં આવી હતી.
વાર્ષિક સાધારણ સભામાં પાટી, ચીવલ, ધોધડકુવા (કપરાડા) સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.