September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર રાજચંદ્ર હોલમાં ભાજપ દ્વારા દિવાળી સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો : ધારાસભ્‍ય સહિત મંડળના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા

આગામી સમયે વલસાડ, ધરમપુર અને પારડી પાલિકાની
ચૂંટણી હોવાથી રાજકીય માહોલ ગરમાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વલસાડ જિલ્લાની આગામી સમયે વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની હોવાથી જે અસર શરૂ થઈ ગઈ છે. દિવાળી સ્‍નેહ મિલનના સથવારો, ભાજપના કાર્યકરો, હોદ્દેદારોમાં જોસ ભરવામાં આવી રહ્યો છે તે ઉપલક્ષમાં આજે ધરમપુરના રાજચંદ્ર હોલમાં ભાજપ દ્વારા દિવાળી સ્‍નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
દિવાળીનો માહોલ પુરો થયો હોવાથી હવે રાજકીય પાર્ટીઓ દ્વારા સ્‍નેહ મિલન સમારંભ યોજવાનો દોર શરૂ થયો છે તે સંદર્ભમાં આજે ધરમપુરના રાજચંદ્ર હોલમાં ભાજપ દ્વારા દિવાળી સ્‍નેહમિલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિત જિલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારો, સરપંચો, જિ.પં. પ્રમુખ સહિત આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. પાલિકાઓની આવી રહેલી ચૂંટણીની તૈયારી અને રણનીતિ અંગે કાર્યક્રમમાં ચર્ચા થઈ હતી. ધારાસભ્‍ય અરવિંદ પટેલએ કાર્યકરોને અત્‍યારથી જ ચૂંટણીની તૈયારીમાં લાગી જવાનું આહવાન આપ્‍યું હતું તેમજ જરૂર માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. પારડી, વલસાડ અને ધરમપુર નગરપાલિકામાં ભાજપનો વિજય થશે તેવી આશા અને ઉત્‍સાહ કાર્યકરોને પુરી પાડવામાં આવી હતી.

Related posts

બાળકો સંબંધિત સમસ્‍યાઓ અને બાળ મૈત્રીપૂર્ણ અભિગમ સાથે સમસ્‍યાઓનો સામનો કરવા માટે ન્‍યાયતંત્રની પ્રક્રિયાને સમજવા માટે કલેક્‍ટર ભાનુ પ્રભાના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં દીવના ફૂદમ પોલીસ મુખ્‍યાલયના સભાખંડમાં યોજાયેલી બેઠક

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘‘ફીટ ઇન્‍ડિયા” અભિયાન અંતર્ગત યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલયના દિશા-નિર્દેશ મુજબ સેલવાસમાં યોજાઈ સાયક્‍લોથોન

vartmanpravah

સેલવાસમાં એચ.પી. ગેસ એજન્‍સી દ્વારા ગ્રાહકોને સમયસર સિલિન્‍ડર પહોંચાડવા નનૈયો

vartmanpravah

ચીખલીના સાદડવેલ ગામના આંદોલનકારી પંકજ પટેલને ‘આપ’ પાર્ટીએ 177- વાંસદા વિધાનસભા બેઠકનાઉમેદવાર જાહેર કરતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દીવમાં સમાજ કલ્‍યાણ અને મહિલા તથા બાળ વિકાસની પ્રવૃત્તિને વેગ આપવા સચિવ ભાનુ પ્રભાએ કરેલું મંથન

vartmanpravah

નારગોલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટ દ્વારા સહષાારધામ નારગોલ ખાતે ભવ્‍ય પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment