આગામી સમયે વલસાડ, ધરમપુર અને પારડી પાલિકાની
ચૂંટણી હોવાથી રાજકીય માહોલ ગરમાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: વલસાડ જિલ્લાની આગામી સમયે વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની હોવાથી જે અસર શરૂ થઈ ગઈ છે. દિવાળી સ્નેહ મિલનના સથવારો, ભાજપના કાર્યકરો, હોદ્દેદારોમાં જોસ ભરવામાં આવી રહ્યો છે તે ઉપલક્ષમાં આજે ધરમપુરના રાજચંદ્ર હોલમાં ભાજપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દિવાળીનો માહોલ પુરો થયો હોવાથી હવે રાજકીય પાર્ટીઓ દ્વારા સ્નેહ મિલન સમારંભ યોજવાનો દોર શરૂ થયો છે તે સંદર્ભમાં આજે ધરમપુરના રાજચંદ્ર હોલમાં ભાજપ દ્વારા દિવાળી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિત જિલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારો, સરપંચો, જિ.પં. પ્રમુખ સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલિકાઓની આવી રહેલી ચૂંટણીની તૈયારી અને રણનીતિ અંગે કાર્યક્રમમાં ચર્ચા થઈ હતી. ધારાસભ્ય અરવિંદ પટેલએ કાર્યકરોને અત્યારથી જ ચૂંટણીની તૈયારીમાં લાગી જવાનું આહવાન આપ્યું હતું તેમજ જરૂર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પારડી, વલસાડ અને ધરમપુર નગરપાલિકામાં ભાજપનો વિજય થશે તેવી આશા અને ઉત્સાહ કાર્યકરોને પુરી પાડવામાં આવી હતી.

