(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: પારડી તાલુકાના ગોઈમા ગામે અતિ પૈરાણિક બ્રહ્મદેવના સ્થાનક પર બ્રહ્મદેવ યુવક મંડળ દ્વારા દર વર્ષે બ્રહ્મદેવ મંદિર તળાવની પાર પાસે સામુહિક સત્ય નારાયણ ભગવાનની કથા અને મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું હતુ. પૂર્વ મંત્રી કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ઓવારો ધારાસભ્ય ફંડમા રૂપિયા છ લાખ અને ટોયલેટ બાથરૂમ તા.પંચાયત 15માં નાણાપંચમાં રૂપિયા એક લાખની રકમ ફાળવવામાં આવી હતી. જેનુંખાતમુહૂર્ત જીતુભાઈ ચૌધરી, જિ.પંચાયત સભ્ય શૈલેશભાઈ પટેલે અને ગ્રામજનોએ કર્યુ હતુ. સાથે ગામના અધુરા રહેલ વિકાસના તમામ કામો સરકારના સહયોગથી પૂર્ણ કરવા ખાતરી આપી હતી.
બ્રહ્મદેવ યુવક મંડળના ટ્રસ્ટી મુકેશભાઈ પટેલે પુષ્પગુચ્છથી ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનુ સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મિતેશભાઈ પટેલ, એટીવીટી સભ્ય બ્રીજેશકુમાર પટેલ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.