October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગોઈમા ગામે સામુહિક સત્‍યનારાયણ ભગવાનની કથા સાથે તળાવ પર ઓવારાનું ખાતમુહૂર્ત કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: પારડી તાલુકાના ગોઈમા ગામે અતિ પૈરાણિક બ્રહ્મદેવના સ્‍થાનક પર બ્રહ્મદેવ યુવક મંડળ દ્વારા દર વર્ષે બ્રહ્મદેવ મંદિર તળાવની પાર પાસે સામુહિક સત્‍ય નારાયણ ભગવાનની કથા અને મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્‍યું હતુ. પૂર્વ મંત્રી કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે ઓવારો ધારાસભ્‍ય ફંડમા રૂપિયા છ લાખ અને ટોયલેટ બાથરૂમ તા.પંચાયત 15માં નાણાપંચમાં રૂપિયા એક લાખની રકમ ફાળવવામાં આવી હતી. જેનુંખાતમુહૂર્ત જીતુભાઈ ચૌધરી, જિ.પંચાયત સભ્‍ય શૈલેશભાઈ પટેલે અને ગ્રામજનોએ કર્યુ હતુ. સાથે ગામના અધુરા રહેલ વિકાસના તમામ કામો સરકારના સહયોગથી પૂર્ણ કરવા ખાતરી આપી હતી.
બ્રહ્મદેવ યુવક મંડળના ટ્રસ્‍ટી મુકેશભાઈ પટેલે પુષ્‍પગુચ્‍છથી ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીનુ સ્‍વાગત કરી આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ પ્રસંગે મિતેશભાઈ પટેલ, એટીવીટી સભ્‍ય બ્રીજેશકુમાર પટેલ અને મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ ન.પા.એ 42 કિલો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો જથ્‍થો જપ્ત કર્યોઃ વેપારીઓ પાસેથી રૂા. સાત હજારનો વસૂલેલો દંડ

vartmanpravah

વાપી વીઆઈએ  ગ્રાઉન્ડ ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા વિકસિતભારત સંકલ્‍પ યાત્રાના બીજા દિવસે ડુંગરા અને સુલપડમાં કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વાપીમાં ૨ દિવસીય યોગ શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

ડોકમરડી ખાતેની ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજમાં ‘ખાદી મહોત્‍સવ’ અંતર્ગત નિબંધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણ અને દીવમાં કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જ આવેલી સમૃદ્ધિ અને થયેલી પ્રગતિઃ કેતનભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment