Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોતીવાડા રેપ વિથ મર્ડર ઘટનાની મુલાકાત લેતા રેન્‍જ આઈ.જી. પ્રેમવીરસિંહ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.18: પારડીના મોતીવાડા ખાતે ઘટેલી રેપ વિથ મર્ડરની ગંભીર ઘટનાને પાંચ-પાંચ દિવસ થઈ ગયા હોવા છતાં આરોપી પોલીસ પકડથી દૂર છે.
સંયમ રાખીને બેસેલા નાગરિકોમાં ધીમે ધીમે આક્રોશ વધી રહ્યો હોય વલસાડ પોલીસે પણ તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે. ચારેકોર આ ઘટનાની ચર્ચાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખી, રેન્‍જ આઈ.જી. પ્રેમવીરસિંહ આજે પારડી ખાતે પહોંચ્‍યા હતા અને ઘટના સ્‍થળની અને પરિવારજનોની મુલાકાત લીધી હતી.
આઈ.જી.એ વલસાડ પોલીસની તપાસની દિશા અને પ્રગતિની સમીક્ષા કરી આરોપીને ઝડપવા માટે દરેક શકય પ્રયાસ કરી રહ્યાં હોવાનું નોંધ્‍યું હતું અને વલસાડ પોલીસને વધુ અસરકારક પગલાં લેવા અને તપાસને વધુ સુસંગત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.
વલસાડ પોલીસે પણ અત્‍યાર સુધીના પગલાંઓ વિશે માહિતી આપી અને હવે પછીની દિશાઓ દર્શાવી હતી. આ સાથે જ નાગરિકોને ન્‍યાય મળે તે માટે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી.

Related posts

વાપી નજીક અંબાચ ગામે મકાનમાં શોર્ટ સર્કિટથી મકાનમાં આગ લાગી :રાચ-રચિલું-ઘરસામાન બળીને ખાખ

vartmanpravah

શ્રી રામદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ સરીગામ ભીલાડ દ્વારા ચારભુજાજી રેવાડ યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

સાવધાન !! થર્ટી ફસ્‍ટમાં મદીરા પાન કે દારૂ સાથે પકડાશો તો વલસાડ જિલ્લા પોલીસ સ્‍વાગત માટે રેડી

vartmanpravah

બિલયાની પ્રાથમિક શાળામાં કોરોમંડલ કંપનીએ નિર્માણ કરેલ બે ઓરડાનું કલેકટરના હસ્‍તે લોકાર્પણ

vartmanpravah

દીવ ખાતે ભારતની ઐતિહાસિક જી20 પ્રેસિડેન્‍સી વિશે જાગૃતતા ફેલાવતા પ્રદર્શનનું આયોજન

vartmanpravah

નાનાપોંઢા ચાર રસ્‍તા રોડના ખાડા પુરવા તંત્ર નિષ્‍ફળ રહેતા ભાજપ આગેવાનોએ જાતે ખાડા પુરાવ્‍યા

vartmanpravah

Leave a Comment