Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ડાંગ જિલ્લાના લાકડા ચોર, વિરપ્‍પનો, ખનીજ ચોરોમાં હડકંપ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17
ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક તરીકે છેલ્લા છ માસથી દિનેશ રબારીએ ચાર્જ લીધો છે. તેમની પ્રામાણિક છબી અને ચપળતાના કારણે કેટલાક બે-નંબરીયાઓ ભૂગર્ભમાં ઊતરી ગયા છે, જ્‍યારે કેટલાક જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવતા બે-નંબરીયાઓમાં હડકંપ મચી જવા પામી છે.
ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગ એટલે લાકડા ચોર, વિરપ્‍પનો, ખનીજ ચોર અને શિકારીઓ માટે સ્‍વર્ગ સમાન ગણાતો હતો. ઉત્તર વન વિભાગનાતત્તકાલીન નાયબ વન સંરક્ષક યજ્ઞેશ્વર વ્‍યાસની બદલી થતા તેમની ખાલી જગ્‍યા પર નાયબ વન સંરક્ષક તરીકે દિનેશ રબારીને ચાર્જ સોંપવામાં આવ્‍યો છે. નાયબ વન સંરક્ષક દિનેશ રબારીએ ચાર્જ લેતાની સાથે જ કેટલાક લાકડા ચોર વિરપ્‍પનો, ખનિજ માફીયાઓ અને પશુ-પક્ષીનો શિકાર કરનાર શિકારીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. જ્‍યારે કેટલાક લાકડાચોર વિરપ્‍પનો પુષ્‍પા ફિલ્‍મ નિહાળ્‍યા બાદ સક્રિય થયા હતા. ડાંગ જિલ્લામાં 12થી 15 લોકોની ગેંગ બનાવી રાતના સમય દરમિયાન લાકડાઓ કાપડા હતા. જે અંગેની માહિતી બાતમીદારો પાસેથી ઝજ્‍બ્‍ દિનેશ રબારીને મળી હતી. જેથી ઝજ્‍બ્‍ દિનેશ રબારીએ તમામ રેન્‍જના રેન્‍જ ફોરેસ્‍ટ અધિકારીઓને આ અંગે સૂચના આપી લાકડા ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેના પરિણામે જ લવચાલી રેન્‍જમાં 12થી 15 લાકડાચોરી કરતા વિરપ્‍પનો ગેંગના સભ્‍યો લાકડાઓ તેમજ વૃક્ષ કાપવા માટે વપરાતા સાધનો સાથે ઝડપી પાડવામાં આવ્‍યા છે.

Related posts

ચીખલી રાનકુવાની એક સોસાયટીમાં રાત્રે દીપડો આંટાફેરા કરતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

ઉમરગામમાં માસુમ બાળા સાથે થયેલી દુષ્‍કર્મની ઘટના

vartmanpravah

ઉમરગામ પાલિકાની સામાન્‍ય સભાનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

ઉમરસાડીમાં શ્રાવણ માસમાં જુગાર રમતા નવને પોલીસે ઝડપ્‍યા, એક થયો ફરાર

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાંથી ચોરી કરેલ બે બાઈકો સાથે આરોપી ઝડપાયો

vartmanpravah

Leave a Comment