October 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

કિલવણી અંગ્રેજી માધ્‍યમ પ્રાથમિક શાળામાં હુબર કંપની દ્વારા ટીવી ભેટ અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09
દાદરા નગર હવેલીના કિલવણી ગામે અંગ્રેજી માધ્‍યમ પ્રાથમિક શાળામા હુબર ગૃપ ઓફ કંપની મોરખલ દ્વારા વિદ્યાર્થીઓ માટે ટીવી ભેટમાં આપવામાં આવ્‍યું હતું. શાળાના મુખ્‍ય શિક્ષિકા શ્રીમતી મનીષાબેન પવારના પ્રયત્‍નોથી કંપનીના મેનેજરશ્રીને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ટીવીની જરૂરિયાત હોવાની જાણ કરતા હુબર કંપનીના મેનેજર શ્રી અનિરુદ્ધા પાંચાલ, એચઆર હેડ, હેડ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ શ્રી જીતેન્‍દ્ર ઠાકોર અને એક્‍ઝિક્‍યુટિવ એચઆર શ્રીવિવેક રાણાવત, પ્રાથમિક શાળા કિલવણીના મુખ્‍ય શિક્ષક શ્રી જયેશભાઈ માહલા તેમજ શિક્ષકો તથા નોન ટીચિંગની ઉપસ્‍થિતિમાં કંપનીના મેનેજરનું પુષ્‍પગુચ્‍છ આપી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું, ત્‍યારબાદ દીપ પ્રાગટય કરી મેનેજરશ્રી દ્વારા મુખ્‍ય શિક્ષિકા શ્રી મનિષાબેન પવાર અને સ્‍ટાફને ટીવી ભેટ આપવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં ભૂસ્‍તર વિભાગમાં સરકારની નીતિ સામે ટ્રક ચાલકોને પડી રહી છે હાલાકી

vartmanpravah

દાનહમાં હોલીકા દહન કરાયું

vartmanpravah

કુકેરીમાં લાકડા ભરવા બાબતે બે મિત્રો વચ્‍ચે થયેલી બોલાચાલીમાં એક મિત્રનું મોત

vartmanpravah

દક્ષિણ ગુજરાતની ખાંડ મિલો 31મી માર્ચે શેરડીના ભાવ જાહેર કરશે : ખાંડ ઉદ્યોગ સંઘ

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની અગમચેતીના ભાગરૂપે બેઠક યોજાઈ

vartmanpravah

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ધરાસણા મીઠા સત્યાગ્રહ સ્મારકના રિનોવેશન માટે ગુજરાત સરકાર અને પીડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે MOU થયા

vartmanpravah

Leave a Comment