October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા ડી.ઝેડ.સી.એ. ક્રિકેટ ગ્રાઉન્‍ડ, કલવાડા ખાતે ડે-નાઈટ ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.05: તા.02/06/2024ને રવિવારના રોજ ડી.ઝેડ.સી.એ. ક્રિકેટ ગ્રાઉન્‍ડ, કલવાડા ખાતે આપણી સંસ્‍થા દ્વારા સમાજના નિરાધાર તથા દિવ્‍યાંગ ભાઈ બહેનોના લાભાર્થે ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન સમાજના શુભચિંતક તેમજ શ્રેષ્ઠ દાતા શ્રીમાન પ્રો. પ્રવિણભાઈ સોલંકીના પ્રમુખ સ્‍થાને, શ્રીમાન નવીનભાઈ હરિયાવાલાના મુખ્‍ય મહેમાન પદે તેમજ શ્રી રજનીકાંત મોરેકર, શ્રી પ્રકાશભાઈ બારોટ, શ્રી અજયભાઈ સુરતી, શ્રી ચેતનભાઈ વરાડીયા, શ્રી દીક્ષિતભાઈ હરિયાવાલા તેમજ શ્રી ઉમેશભાઈ સુરતીના અતિથિ વિશેષ પદે કરવામાં આવ્‍યું હતું.
સ્‍પોર્ટ્‍સમાં જેમને ખૂબજ દિલચસ્‍પી છે એવી ઉદ્દઘાટક કુમારી નંદિની પટેલનાં હસ્‍તે પોતે બેટિંગ અને બોલિંગ કરી આ ભવ્‍ય ક્રિકેટ ટુર્નામેન્‍ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્‍યું હતું. તેમજ ઉપસ્‍થિત મહેમાનોના હસ્‍તે દીપ પ્રગટાવી ટુર્નામેન્‍ટને ખુલ્લી મુકવામાં આવી હતી.
ડે-નાઈટક્રિકેટ ટુર્નામેન્‍ટમાં વલસાડ તાલુકાની 20 ટીમોએ ખૂબજ ઉત્‍સાહભેર ભાગ લીધો. જેમાં વરિષ્ઠ નાગરિકોની બે ટીમ અને બહેનોની પાંચ ટીમનો સમાવેશ થાય છે.
વરિષ્ઠ નાગરિકોની પટેલ ઈલેવને ટોસ જીતી પ્રથમ બેટિંગ લઈ 6 ઓવરમાં 4 વિકેટના નુકશાને 97 રન કર્યા જ્‍યારે વસરકર ઈલેવન 1 વિકેટના ભોગે માત્ર 41 રન કરી શકી. આમ પટેલ ઈલેવનનો 56 રનથી ભવ્‍ય વિજય થયો. જ્‍યારે વસરકર ઈલેવને રનર્સ અપથી સંતોષ માનવો પડ્‍યો. મહેશ પટેલને બેસ્‍ટ બેટ્‍સમેન અને મેન ઓફ ધ મેચનો ખિતાબ મળ્‍યો.
બહેનોની ટુર્નામેન્‍ટ દર્શકો માટે ખૂબજ આકર્ષણનું કેન્‍દ્ર બની, ફાઈનલ મેચ લીલાપોર વુમન્‍સ ઈલેવન ટીમના કેપ્‍ટન અંકિતા લીલાકરે ટોસ જીતી પ્રથમ બેટિંગ લઈ 6 ઓવરમાં 3 વિકેટના ભોગે 38 રન કર્યા હતા. જવાબમાં ભાવિની બાલીવાલાની હરિયા વુમન્‍સ ઈલેવને માત્ર 5.1 ઓવરમાં 2 વિકેટમાં 42 રન કરી ચેમ્‍પિયન બની હતી. જ્‍યારે લીલાપોર વુમન્‍સ ઈલેવન રનર્સ અપ રહી. નિરાલી રાઠોડે ઓલરાઉન્‍ડ દેખાવ કરી તમામ ટાઈટલ કબ્‍જે કર્યા હતા જ્‍યારે અંજના છોવાલાને બેસ્‍ટ બોલરનો ખિતાબ મળ્‍યો હતો.
યુવાનોની ફાઈનલ મેચ હનુમાનભાગડા ઈલેવન અને પારનેરા ઈલેવન વચ્‍ચે યોજાઈ. ટોસ જીતી હનુમાનભાગડા ઈલેવને 2 વિકેટના ભોગે 57 રન કર્યા જવાબમાં પારનેરા ઈલેવન 9વિકેટના ભોગે માત્ર 36 રન કરી શકી, આમ હનુમાન ભાગડા ઈલેવન ભવ્‍ય વિજય મેળવી ચેમ્‍પિયન બની અને પારનેરા ઈલેવન રનર્સ અપ રહી.
ટુર્નામેન્‍ટમાં વિવિધ ટ્રોફીઓ, બેસ્‍ટ બોલર શુભ વાઘીયા (હેટ્રિક વિકેટ) બેસ્‍ટ બેટ્‍સમેન ભાર્ગવ વાઘીયા બેસ્‍ટ ફિલ્‍ડર ભાર્ગવ વાઘીયા, મેન ઓફ ધ મેચ શુભ વાઘીયા અને મેન ઓફ ધ સિરીઝ હેરી પટેર્લં ને એનાયત થઈ.
માહ્યાવંશી સમાજના ક્રિકેટ જગતમાં આપેલ અનન્‍ય પ્રદાન બદલ શ્રી નવીનભાઈ હરિયાવાલા, શ્રી પ્રકાશભાઈ બારોટ, શ્રી રજનીકાંત મોરેકર તેમજ શ્રી ધીરુભાઈ વસરકરને મહાનુભાવોના હસ્‍તે મોમેન્‍ટો અને શાલ અર્પણ કરી સન્‍માન કરવામાં આવ્‍યું.
વલસાડ ખાતે યોજાયેલ વલસાડ માહ્યાવંશી પ્રીમિયર લીગ – 3 ના આયોજન દરમ્‍યાન બચત થયેલી રકમ રૂ.21,000/- શ્રી ચેતનભાઈ વરાડીયા અને એમની ટીમ દ્વારા સંસ્‍થાનાં ‘‘નિરાધાર અને દિવ્‍યાંગ ફંડમાં દાન આપી યુવાનોને સમાજ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્‍યુ. આ ફંડ દાન આપનાર તમામ દાતાઓના અમે આભારી છીએ. સાથે સાથે ધોમ ધખતા તાપમાં છાસની સેવા આપનાર કલવાડા ગામનાં સરપંચ શ્રી વિપિનભાઈ રાઠોડ, મેંગો જ્‍યુસની સેવા આપનાર શ્રી દિલીપભાઈ ઠાકોર તેમજ ચ્‍હાની સેવા આપનાર શ્રી હર્ષદભાઈ આર્યનો સંસ્‍થા આભાર માને છે. રાત્રે 2:30 વાગ્‍યા સુધી ઉપસ્‍થિત રહીખેલાડીઓને પ્રોત્‍સાહિત કરનાર તમામ દર્શક મિત્રોનો તેમજ ભાગ લેનારી તમામ ટીમના ખેલાડીઓના અમે હૃદયથી આભારી છીએ.
ટુર્નામેન્‍ટ દરમ્‍યાન શ્રી નવનીતભાઈ છોવાલા, શ્રી ધીરજભાઈ હળધર, શ્રી શામજીભાઈ હરિયાવાલા, શ્રી મુકેશભાઈ મેહવાલા, શ્રી સુરેશભાઈ લીલાકર, શ્રી મગનભાઈ પાંચાલ, શ્રી પંકજભાઈ છોવાલા, શ્રી હિમ્‍મતભાઈ મેહવાલા, શ્રી કિરીટભાઈ મજીગામકર, શ્રી જીતુભાઈ બારોટ ખેલાડીઓને પ્રોત્‍સાહીત કરવા વિષેશ ઉપસ્‍થિતિ રહ્યા હતા.
ટુર્નામેન્‍ટને સફળ બનાવવા માટે સખત મહેનત કરનાર શ્રી હિરેનભાઈ સુરતી તેમજ સંસ્‍થાનાં તમામ કાર્યકરોને સંસ્‍થાનાં પ્રમુખ શ્રી અનુપભાઈ મેહવાલા અભિનંદન હતા.
—-

Related posts

ઓરવાડ નેશનલ હાઇવે પર અજાણ્‍યો વાહન ચાલક આધેડને કચડી ફરાર

vartmanpravah

દમણની સબ જેલમાં રક્ષાબંધન પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાદરામાં બેરોકટોક ચાલી રહ્યો છે ઓઇલ, પેલેટ્‍સ અને યાર્નની ચોરીનો કારોબાર

vartmanpravah

ઉમરગામ પાલિકાની સામાન્‍ય સભાનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દમણ જિલ્લાના રસ્‍તાઓ ડેકોરેટીવ સ્‍ટ્રીટ લાઈટથી ઝળહળશે : દમણના PWD એ રૂા. 27 કરોડ 53 લાખમાં આપેલો વર્ક ઓર્ડર

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાનઃ સંઘપ્રદેશમાં રાષ્‍ટ્ર પ્રેમ, દેશદાઝ સાથે ખેલદિલી આનંદ-ઉત્‍સવનો પ્રસંગ

vartmanpravah

Leave a Comment