Vartman Pravah
Breaking Newsદમણ

નાની દમણ કોલેજ રોડ ઉપર થયેલ મારામારીના ગુનાના આરોપીઓને તા. ૨૧ સપ્ટે. સુધીના પોલીસ રિમાન્ડ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૧૯
ગત તા.૧૩/૦૯/૨૦૨૧ના રોજ દમણ પોલીસ સ્ટેશનમાં ગૌતમભાઈ કાંતીભાઈ પટેલ રહે. સડક ફળિયા, આમલિયા, દાભેલ, નાની દમણે ફરિયાદ નોîધાવી હતી કે કાંતિભાઈ પોતે અને તેમના મિત્રોની સાથે ફાર્ચુન વર્લ્ડ ઍપાર્ટમેન્ટ, કોલેજ રોડ, નાની દમણ ખાવા-પીવા માટે પાર્ટીમાં બેઠેલા હતા, ત્યાં દુણેઠાના જયેશ નાનુ પટેલ અને અન્ય ર૦થી રપ મિત્રોઍ આવી ફરીયાદી ગૌતમભાઈ અને તેના મિત્રો સાથે મારામારી કરી તેમને ઈજા પહોંચાડી હતી અને ખિસ્સામાંથી રોકડા રૂ.૬૦૦૦ અને ગળામાં પહેરેલી ૭ તોલાની ચેન ખેંચી લીધી હતી. તેમજ જયેશ નાનુ પટેલ અને તેના મિત્રોઍ ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.
ફરિયાદી ગૌતમભાઈની ફરિયાદના આધારે દમણ પોલીસે કલમ ૩૯૭, ૫૦૬(ર), આર/ડબલ્યુ ૩૪ ભારતીય દંડ સહિતા, ૧૮૬૦ હેઠળ ગુનો દાખલ કરવામાં કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાના આરોપીઓ તરીકે (૧) જયેશભાઈ નાનુભાઈ પટેલ ઉ.વ.૪૦, રહે. દુણેઠા, નાની દમણ, (ર) તોરલ ઉર્ફે તરુ સતિષ હળપતિ ઉ.વ.૨૧, રહે. દુણેઠા, નાની દમણ, (૩) જીતેશ રમેશ હળપતિ ઉ.વ.૨૩,રહે. દુણેઠા, નાની દમણ, (૪) આકાશ હરેન્દ્રસિંગ ઉ.વ.૧૮ રહે. દુણેઠા, નાની દમણ,મૂળ રહે. પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ (પ) અનુજ અરવીંદ સીંગ ઉ.વ.૨૧ રહે.રહે. દુણેઠા, નાની દમણ, મૂળ રહે. પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ (૬) રાહુલ ઉમેશભાઈ પટેલ ઉ.વ.૨૨ રહે. કલગામ વલસાડ, ગુજરાત (૭) જિતેન્દ્ર છોટેલાલ સીંગ ઉ.વ.૨૭, રહે. દુણેઠા, નાની દમણ, મૂળ રહે. આજમગઢ, ઉત્તર પ્રદેશ (૮) મિત સતિષ પટેલ ઉ.વ.૨૪ રહે.ફણસા,વલસાડ ગુજરાત અને (૯) સંજૂ ઉર્ફે લંબુ લક્કીસિંગ ચૌહાણ ઉ.વ. ૨૮ રહે. વડોલી ગુજરાત, મૂળ રહે. આસામનો સમાવેશ થાય છે.
તમામ આરોપીઓને દમણના અલગ અલગ વિસ્તારથી પકડી નાની દમણ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ નામદાર કોર્ટે આ તમામ અપરાધીઓને તા. ૨૧/૦૯/૨૦૨૧ સુધી પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને ગુના અંગેની આગળની વધુ કાર્યવાહી દમણ પોલીસ કરી છે.

Related posts

નવસારી એલસીબીએ સરૈયાથી દારૂ ભરેલ જીપ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

ચીખલીના સાદકપોર ગામે હનુમાન દાદાના મંદિરમાંથી આરસની મૂર્તિ ચોરી

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના તંત્રી અને દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીના પિતાશ્રીનું નિધન

vartmanpravah

વાપી ચાર રસ્‍તાથી કરવડ તેમજ ડુંગરા સુધીના 7:9 કિ.મી. ફોર લાઈન આર.સી. રોડ 68:35 કરોડના ખર્ચે બનશે

vartmanpravah

વાપી રમઝાનવાડી બિલખાડીમાં પડી ગયેલ ગૌમાતાને રેસ્‍ક્‍યુ કરી બહાર કઢાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર અન્‍ય વાહનના બચાવવા જતા માટી ભરેલ ટ્રક પલટી ખાઈ ગઈ

vartmanpravah

Leave a Comment