Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે ખાંભડા નહેર પાસેથી કુસકીની આડમાં દારૂ લઈ જતો ટેમ્‍પો ઝડપ્‍યોઃ એકની ધરપકડ, બે વોન્‍ટેડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.07: ચીખલી પોલીસે સાદકપોર-ખુડવેલ માર્ગ ઉપર ખાંભડા નહેર પાસે વોચ ગોઠવી અશોક લેલન કંપનીનો ટેમ્‍પો નં.જીજે-16-એવી-9346ને અટકાવી તપાસ કરતા તેમાં ડાંગરની કુસકીના નીચેથી અલગ અલગ બોક્ષમાં વિદેશી દારૂની બોટલ અને ટીનની બોટલ નંગ-3336 કિંમત રૂા. 3,37,200/-નો જથ્‍થો મળી આવતા સાથે ચાલક સંદીપ દીપકભાઈ પટેલ (રહે.ધોળીકુઈ દેવલીમાળી ફળીયા, તા.મહુવા જી.સુરત)ને ઝડપી લઈ ટેમ્‍પા સાથે રૂા.5,37,700/-નો મુદ્દામાલ કબ્‍જેકરી જથ્‍થો ભરાવી આપનાર તથા મંગાવનાર જનક રમેશ પટેલ (રહે.રોહીણાગામ, તા.પારડી, જી.વલસાડ) તથા મહેન્‍દ્ર ઉર્ફે દેગો (રહે.શેખપુર, તા.મહુવા, જી.સુરત) એમ બે ને વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ પીએસઆઈ જયદીપસિંહ જાદવે હાથ ધરી હતી.

Related posts

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભવન સોમનાથ ખાતે નવરંગ ગરબા ક્‍લાસીસ દ્વારા યોજાયેલી ગરબાની સ્‍પર્ધા

vartmanpravah

નૂતન પ્રયાસ ફાઉન્‍ડેશને દાનહના જર્જરિત રસ્‍તાઓની મરામ્‍મત કરવા કલેક્‍ટરને આપેલું આવેદન પત્ર

vartmanpravah

કપરાડા વિધાનસભા વાપીના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩૮૯ લાખના ખર્ચે બનનાર રોડનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

સેલવાસમાં બંધારણના ઘડવૈયા વિશ્વ વિભૂતિ ડો. બાબાસાહેબ આંબેડકર જન્‍મ જયંતીની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા સગર્ભા માતાઓની ફરજીયાત સોનોગ્રાફી કરવાની શરૂઆત

vartmanpravah

વલસાડ ડેપોમાં બસોની કાયમી અનિયમિતતાને લઈ મુસાફરોએ બસ અવર જવર રોકી ડેપો માથે લીધું

vartmanpravah

Leave a Comment