ગેરકાયદેસર બાંધકામ પર લગામ કસવા માટે સ્થાનિક તંત્ર
કાર્યવાહી કરે તેવી લોકોની માંગ
((વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.23: રાનકુવા ગામે બ્લોક નંબર 1342/ પૈકી 1 (જૂનો નં.98) વાળી બિનખેતીની જમીનમાં કરવામાં આવી રહેલ બાંધકામ બાબતે રાનકુવા ગ્રામ પંચાયત દ્વારા બજરંગ લાલ ગણપતરામ વગેરેને નોટીશ પાઠવી બાંધકામ એન.એ.ના હુકમ, નગર નિયોજક દ્વારા મંજૂર કરાવેલ પ્લાન, બાંધકામ પરવાનગી વગેરે આધાર પુરાવા સાથે દિન-7 માં લેખિત ખુલાસો કરવામાં જણાવાયું છે. જોકે આ પ્રકારની નોટીશ બીજી વખત પણ આપવા છતાં સ્થળ પર બાંધકામ યથાવત સ્થિતિમાં ચાલુ જ જાણવા મળેલ છે. વધુમાં ઉપરોક્ત બાંધકામ કરતી વખતે નગર નિયોજકની કચેરીમાંથી કોઈ પણ પ્રકારના બાંધકામના નકશા પણ મંજૂર ન કરાવી નીતિ નિયમોની ઐસીતૈસી કરી બાંધકામ કરવામાં આવી રહેલ છે. સાથે ડ્રેનેજની પૂરતી વ્યવસ્થા સહિત બિનખેતીની શરતોનો પણ આ બાંધકામમાં ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હોવાનું જાણવા મળેલ છે. રાનકુવા ગ્રામ પંચાયતની બે વારની નોટીશ આ રીતે ઘોળી ને પી જવામાં આવતી હોય તેવામાં સ્થાનિક વહીવટી તંત્રનો આ પ્રકારે ગેરકાયદેસરબાંધકામ કરનારાઓ પર કોઈ અંકુશ રહ્યો નથી અને તેઓને ગેરકાયદેસર બાંધકામ કરવા માટે મોકળું મેદાન મળી જવા પામ્યું છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા આ બાંધકામ તાત્કાલિક ધોરણે અટકાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી