October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

નવસારી જિલ્લાના જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીનો અંધેર વહીવટ :અરજીઓનો સમય વિતવા છતાં વંકાલ ગામના તળાવ સહિત ખેડૂતોના ખેતરની હદ માપણી માટે અરજદારોએ ધક્કા ખાવાની પડેલી નોબત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.17
નવસારી જિલ્લાની જિલ્લા નિરીક્ષક જમીન દફતર(ડીઆઈએલઆર) કચેરીના અંધેર વહીવટ વચ્‍ચે વંકાલ ગામના તળાવ સહિત ખેડૂતોના ખેતરની હદ માપણી માટેની અરજીને સમય વિતવા છતાં પણ માપણી ન થતાં અરજદારોએ ધક્કા ખાવાની નોબત આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂતોએ પોતાની ખેતરની હદ માપણી માટે ઓન લાઇન અરજી કરી ઇપેમેન્‍ટ દ્વારા જરૂરી ફી સરકારી તિજોરીમાં ભરવાની હોય છે અને ફી ભરાયા બાદ માપણીની તારીખ અને સર્વેયરના નામ સાથેની વિગત અરજદારોને તેના ઇમેઇલ આઇડી કે ટેક્‍સ મેસેજ દ્વારા જાણ કરાતી હોય છે.
પરંતુ ચીખલી તાલુકામાં જમીનની હદ માપણી માટેની અનેક અરજીઓ લાંબા સમયથી પેન્‍ડિંગ હોવાનું જાણવા મળેલ છે. વંકાલ ગ્રામ પંચાયત દ્વારા ખાતા નંબર 920 વાળી સરકારી તળાવની તત્‍કાલ હદ માપણી માટે ગત તા.28-ડિસેમ્‍બર ના રોજ ઇ પેમેન્‍ટ થી 8,800/- રૂપિયાની રકમની ભરપાઈ કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી માપણી માટેની તારીખ જ ફળવાઈ નથી. ઘેજ ગામના ભરડા-નાયકીવાડના ખેડૂત ખાતેદાર દ્વારા તેમની ચરી ગામમાં આવેલ ખેતરની માપણી માટે ઓનલાઇન અરજી અને ઇ-પેમેન્‍ટ થી રકમ ભર્યા બાદ માપણી માટે 27/12/2021ની તારીખ ઈ-મેઇલ મારફતે આપવામાં આવી હતી.
ડીઆઈએલઆર કચેરીમાંથી કોઈ ફરકયું જ ન હતું. અરજદારે જાણ કર્યા બાદ પણ માપણી માટેનીનવી તારીખ આપવામાં આવી નથી. અરજદારોએ માપણી માટેની અરજી કરી નાણાં ભરી દીધા બાદ પણ માપણી થતી નથી અને તાલુકામાં અનેક માપણીની અરજીઓ પેન્‍ડિંગ હોવાનું પણ જાણવા મળેલ છે.
નવસારીની ડીઆઈએલઆર કચેરીનો અંધેર વહીવટ બહાર આવવા પામ્‍યો છે. કચેરીના મુખ્‍ય વડા જમીન નિરીક્ષકની જગ્‍યા ખાલી થયા બાદ જાન્‍યુઆરી માસના 12-દિવસ સુધી તો કોઈને ચાર્જ જ સોપાયો નહી હોવાની માહિતી સાંપડી હતી. ત્‍યારે આટલા દિવસો કચેરીનો વહીવટ રામભરોસે જ હતો અને કચેરીની હાલત ધણી વિનાના ઢોર જેવી થવા પામી હતી.

ડીઆઈએલઆર કચેરીના હેડ કવાટર આસિસ્‍ટન્‍ટ સુમનભાઈના જણાવ્‍યાનુસાર 1 થી 12 તારીખ દરમ્‍યાન કોઈ પાસે ચાર્જ ન હતો. હવે સુરતના શ્રી અનંતભાઈ પટેલને ચાર્જ સોંપવામાં આવ્‍યો છે.તેમની પાસે અન્‍ય બે ત્રણ ચાર્જ છે ત્‍યારે સાહેબના લોગીનથી કામગીરી કરવાની હોય સાહેબ આવ્‍યા બાદ માપણી માટે અરજદારોને તારીખ આપવામાં આવશે.

Related posts

સુરત બી.એ.પી.એસ. હોસ્‍પિટલ દ્વારા તા.01 થી 31 ડિસેમ્‍બર સુધી ઘુંટણ સાંધાના દર્દીઓનું નિઃશુલ્‍ક ઓપરેશન

vartmanpravah

ડાભેલ ચેકપોસ્‍ટથી ઓડી કારમાં દારૂના જથ્‍થા સાથે છત્તીસગઢના ચાર વેપારી ઝડપાયા: ચારની અટક કરી કાર સાથે પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યા

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘પંચાયત આપણાં આંગણામાં’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

કપરાડા કુંભઘાટ નજીક લોખંડના સળીયા ભરેલ ટ્રક પલટી મારી : ડ્રાઈવર-ક્‍લિનરને સ્‍થાનિકોએ રેસ્‍ક્‍યુ કર્યા

vartmanpravah

કોંગ્રેસના નેતા દ્વારા રાષ્‍ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય શબ્‍દો ઉચ્‍ચારવા બાબતે પારડી શહેર ભાજપ દ્વારા કરાયેલું પૂતળા દહન

vartmanpravah

વાપીના લવાછામાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું ઉષ્‍માભેર સ્‍વાગત કરતા ગ્રામજનો

vartmanpravah

Leave a Comment