September 1, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વ હેઠળ: દાનહ અને દમણ-દીવની જિલ્લા હોસ્‍પિટલ અને ઉપ જિલ્લા હોસ્‍પિટલે રાષ્‍ટ્રીય સ્‍તરે સંઘપ્રદેશનું નામ રોશન કર્યુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20
શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ અને સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલ ખાનવેલે રાષ્‍ટ્રીય કક્ષાએ નેશનલ ક્‍વોલિટી એશ્‍યોરન્‍સ સ્‍ટાન્‍ડર્ડ્‍સ (એનક્‍યુએએસ) પ્રમાણપત્ર મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલે પહેલા પણ 2017માં એનક્‍યુએએસ પ્રમાણપત્ર મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરેલી હતી. જુલાઈ 2021ના મૂલ્‍યાંકનમાં ફરી સારું પ્રદર્શન કર્યા બાદ, એનક્‍યુએએસનું પુનઃ પ્રમાણપત્ર (રી-સર્ટિફિકેશન) મેળવ્‍યું છે. આ મૂલ્‍યાંકનમાં ઉપરોક્‍ત બંને હોસ્‍પિટલોએ સારું પ્રદર્શન કર્યું અને અનુક્રમે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ 99 ટકા અને સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલ ખાનવેલ 95 ટકા અંક પ્રાપ્ત કર્યા છે.
જુલાઈ ર0ર1માં કવોલિટી અસ્‍યુરંસ સ્‍ટેન્‍ડર્ડ (એનકયુએએસ) દ્વારા થયેલા ઓનલાઈન એસેસમેન્‍ટમાં શ્રી વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલ સેલવાસ અને સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિલ ખાનવેલ દરેક માનક પર ખરા ઉતર્યા અને એનકયુએએસ સર્ટીફિકેટ મેળવ્‍યું હતું. એનએકયુએસ સર્ટીફિકેટ એવી હોસ્‍પિટલો અથવા આરોગ્‍ય કેન્‍દ્રને આપવામાં આવે જેનિર્ધારિત શ્રેણીના પૂર્ણ કરે છે અને 70 ટકા અથવા વધુ ગુણ મેળવવામાં સફળ થાય છે.
હોસ્‍પિટલોનું મૂલ્‍યાંકન સેવા, દર્દીના અધિકારો, આનુષંગિક સેવાઓ, ક્‍લિનિકલ સેવા, ચેપ નિયંત્રણ (સ્‍વચ્‍છતા સહિત), ગુણવત્તા વ્‍યવસ્‍થાપન જેવા પરિમાણોના આધારે કરવામાં આવે છે, જેમાં દરેક કેટેગરીમાં ઓછામાં ઓછા 70 ટકા ગુણ મેળવવા જરૂરી છે. આ વર્ષે કેન્‍દ્રશાસિત પ્રદેશમાં કુલ 10 આરોગ્‍ય કેન્‍દ્રો / હોસ્‍પિટલોનું એનકયુએએસ મૂલ્‍યાંકન કરવામાં આવ્‍યું છે અને તમામ આરોગ્‍ય કેન્‍દ્રો / હોસ્‍પિટલો એએનકયુએસ પ્રમાણપત્ર મેળવવામાં સફળ રહ્યા છે. જેમાં શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલ ખાનવેલ, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર રખોલી, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર દાદરા, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર નરોલી, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર કિલવણી, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર રાંધા, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર દપાડા, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર માંદોની અને પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર-આંબોલીનો સમાવેશ થાય છે.
કોવિડ રોગચાળો હોવા છતાં, આ તમામ આરોગ્‍ય કેન્‍દ્રો / હોસ્‍પિટલોના તમામ આરોગ્‍ય કર્મચારીઓએ તેમનો નોંધપાત્ર ફાળો આપ્‍યો અને તેના પરિણામે, આરોગ્‍ય વિભાગે રાષ્‍ટ્રીય સ્‍તરે આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરીછે.
ઉલ્લેખનીય છે કે, હાલના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતળત્‍વમાં આરોગ્‍ય વિભાગ દાનહ અને દમણ-દીવએ ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આ સિદ્ધિ બદલ બંને હોસ્‍પિટલ અને આરોગ્‍ય વિભાગના સ્‍ટાફને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દીવના પર્યટન સ્‍થળ તરીકે પ્રખ્‍યાત નાગવા બીચ ખાતે આવેલ ફુડ સ્‍ટોલની હરાજી

vartmanpravah

ચીખલી નેશનલ હાઈવે થાલા પાસે સર્વિસ રોડ ઉપર રાત્રીના સમયે જ્‍વલંત કેમિકલ ભરેલ ટેન્‍કર ગટરમાં ઉતરી જતા નાસભાગ મચી

vartmanpravah

નેહરૂ યુવા કેન્‍દ્ર દમણ અને ભીમપોર પંચાયત દ્વારા ‘ક્‍લીન ઈન્‍ડિયા અભિયાન’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નેશનલ મેથ્‍સ ઓલિમ્‍પિયાડમાં સલવાવ ગુરુકુળની વિદ્યાર્થીની એકાંક્ષી રાય વિનર બની

vartmanpravah

જિલ્લામાં પ્રથમ એવી વાપી નોટિફાઈડ ફાયર બ્રિગેડની 10 માળ સુધી પહોંચાય તેવી હાઈડ્રોલીક સીડી કાર્યરત

vartmanpravah

સરીગામ બજાર માર્ગ પર ટ્રાફિકની ભરમાર અને અકસ્‍માતનું જોખમ

vartmanpravah

Leave a Comment