April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ પંચાયત વિસ્‍તારમાં ભૂગર્ભ ગટર વ્‍યવસ્‍થા ઉભી કરવા સરપંચ સહદેવ વઘાતે મુખ્‍યમંત્રીનું દોરેલું ધ્‍યાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સરીગામ, તા.25: અંદાજિત 35,000 થી વધુ વસ્‍તી ધરાવતી સરીગામ ગ્રામ પંચાયતમાં ગટર વ્‍યવસ્‍થાના અભાવે ઉભરાતા ખાડકુવાના કારણે ગંદકી ફેલાયેલી છે. આ સમસ્‍યા લાંબા સમયથી ચાલી આવી રહી છે. જેનું નિરાકરણ લાવવા માટે સરીગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી સહદેવભાઈ વઘાતે ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સચિવાલયના પત્ર ક્રમાંકઃ અરજી/102020/10049 મુજબ રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનું ધ્‍યાન દોરી રૂર્બન યોજના હેઠળ ભૂગર્ભ ગટર યોજનાનું આયોજન કરવામાં આવેલ છે જે અંગેની સરકારી વહીવટી મંજૂરી તાંત્રિક મંજૂરી મળી રહે એવી રજૂઆત કરવામાં આવી હતી. અને આ અંગેની લેખિત જાણકારી મંત્રીશ્રી પંચાયત વિભાગ શ્રી બચુભાઈ ખાબડ અને મંત્રીશ્રી ગ્રામ વિકાસ વિભાગ શ્રી કુંવરજીભાઈ હળપતિને કરવામાં આવી હતી. જેને સંદર્ભમાં આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ કાર્યાલય દ્વારા રજૂઆતને ધ્‍યાનમાં નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

Related posts

વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 31 પૈકી 29 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

દમણ અને સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલરોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 સંદર્ભે મતદાર યાદી નિરિક્ષક ડી.એચ.શાહની અધ્‍યક્ષતામાં રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી

vartmanpravah

બે દિવસીય મુલાકાતના સમાપન સાથે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ઔર વધુ શ્રેષ્‍ઠ દાનહના નિર્માણનો સંકલ્‍પ

vartmanpravah

કલેક્‍ટર રાકેશ મિન્‍હાસના નેતૃત્‍વ હેઠળ સેલવાસમાં નરોલી રોડ પર બ્‍યુટીફેક્‍શન અંગે યોજાયેલી બેઠક

vartmanpravah

વાપી જીઆઈડીસીથર્ડ ફેઈઝની ડ્રેનેજોમાં પ્રદૂષિત રંગીન પાણી છોડવાનું પાપ કોનું?

vartmanpravah

Leave a Comment