Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ગાડરીયા ગામે ડ્રાઈવરને ઝોંકુ આવતા ટેમ્‍પો ઝાડ સાથે અથડાયો : ડ્રાઈવર-ક્‍લિનર બોડીમાં ફસાયા

વલસાડ-ધરમપુર રોડ ઉપર સર્જાયેલો અકસ્‍માત :
મહા મહેનતે ડ્રાઈવર-ક્‍લિનરને બહાર કઢાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડ-ધરમપુર રોડ ઉપર આવેલ ગાડરીયા ગામ પાસે આજે ગુરૂવારે ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. ડ્રાઈવરને ઝોંકુ આવી જતા ટેમ્‍પો ધડાકાભેર ઝાડ સાથે ભટકાયો હતો. અકસ્‍માતમાં ડ્રાઈવર-ક્‍લિનર ટેમ્‍પોની દબાયેલી બોડીમાં બુરી રીતે ફસાયા હતા. લોકોએ મહામહેનત કરીને ચાલક અને ક્‍લિનરને બહાર કાઢી સારવાર માટે ખસેડાયા હતા.
વલસાડથી સિમેન્‍ટ ભરી ટેમ્‍પો નં.જીજે 15 એવી 7994 ધરમપુર જવા નિકળ્‍યો હતો. ટેમ્‍પો ગાડરીયા ગામ પાસેથી પસાર થતો હતો ત્‍યારે સવારમાં ચાલકને ઝોંકુ આવી જતા ટેમ્‍પો સીધો ઝાડ સાથે ભટકાયો હતો. અકસ્‍માતમાં ચાલક અને ક્‍લિનર દબાઈ ગયેલ બોડીમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા. અકસ્‍માતની જાણ થતા સ્‍થાનિક લોકો દોડી આવીને મહામહેનત કરી બન્ને ઘાયલોને બહાર કાઢયા હતા. ગુંદલાવ દયાલનગરમાં રહેતો ચાલક સમરબહાદુર અને ક્‍લિનરને 108માં સારવાર માટે ખસેડાયા હતા. ક્રેઈનથી ટેમ્‍પો ખસેડાયો ત્‍યાં સુધી કલાકો ટ્રાફિકજામ કર્યો હતો. પોલીસે બરાબર કન્‍ટ્રોલ કર્યો હતો.

Related posts

વાપી સ્ટાર્ટઅપ કોમ્યુનિટી દ્વારા વુમન્સ-ડે ની ઉજવણી અંતર્ગત વુમન્સ ઍચિવેર્સ ઍવોડર્સ-૩ અને ફાયર સાઈડ ચેટ ઍપિસોડ-૨નું કરાયેલું આયોજન

vartmanpravah

દીવમાં મેઈન રોડ પર માટી ભરેલું ડમ્પર ફસાયું

vartmanpravah

પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ વાંસદા તાલુકાના વાંગણ – બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટની મુલાકાત લીધી

vartmanpravah

વાપી નગરપાલિકાના નવનિયુક્‍ત પ્રમુખ સહિતના હોદ્દેદારોએ વલસાડ-ડાંગ સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી ઘાટકોપર સ્‍વીટ પાસે સ્‍કોર્પિયો કાર ઉપર લોખંડના સળિયા વડે હુમલો કરવાના કેસમાં 6 આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

દાનહમાં અલુણા વ્રત અને જયાપાર્વતી વ્રતનો પ્રારંભ કરાયો

vartmanpravah

Leave a Comment