October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં હાઈવે પર પસાર થતા ટ્રાન્‍સપોર્ટના વાહન ચાલકો માટે નેત્ર ચિકિત્‍સા શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: વલસાડ રોટરી ક્‍લબ દ્વારા નેત્ર ચિકિત્‍સા તેમજ મફત ચશ્‍મા વિતરણ શિબિર તા.21 નવેમ્‍બરને ગુરૂવારે વલસાડ હાઈવે સ્‍થિત એપીએમસી માર્કેટ ખાતે જિલ્લા પોલીસ તેમજ રોટરેક્‍ટ ક્‍લબના સહયોગથી યોજવામાં આવી હતી.
પ્રોજેક્‍ટ ચેરમેન મહેશ ભાનુશાલીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરમાં નેશનલ હાઇવે નંબર 48 ઉપરથી પસાર થતાં ટ્રાન્‍સપોર્ટ વાહનોના કુલ 108 ચાલકોની આંખની તપાસ કરવામાં આવી હતી. તે પૈકીના જરૂર જણાતાં 82 ચાલકોને મફત ચશ્‍માનું વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું. આ શિબિરની મુલાકાત રોટરી ડિસ્‍ટ્રિક્‍ટ 3060નાગવર્નર તુષારભાઈ શાહ તથા નેહલબેન, આસિસ્‍ટન્‍ટ ગવર્નર શસીન દેસાઈ, ક્‍લબ પ્રમુખ નિરાલી ગજ્જર તેમજ અન્‍ય મહાનુભાવોએ લીધી હતી. શિબિરને સફળ બનાવવામાં મુકેશ ઓપ્‍ટીશનના જીગર દેસાઈ, ટ્રાફિક પીએસઆઇ ગૌરવ પટેલ તથા પોલીસ સ્‍ટાફ, રોટેરીયન સંજીવ દેસાઈ, દુષ્‍યંત દેસાઈ, રાજેન્‍દ્ર વરૈયા, હર્ષિલ ભાવસાર, ચિરાગ દેસાઈ, સ્‍નેહીલ દેસાઈ, રોટરેકટર દીપ દેસાઈ વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ બિપીનભાઈ શાહનાં નેતૃત્વ હેઠળ કલેકટર સલોની રાયની દમણ બદલી થતા ભાજપ પરિવારે પાઠવેલી શુભકામના

vartmanpravah

જિલ્લામાં કોમી એકતા અને એખલાસભર્યુ વાતાવરણ જાળવી રાખવા જિલ્લા એકતા સમિતિની રચના કરાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપરમોપેડ અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા પતિ-પત્‍નીનું કરુણ મોત

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ‘માર્ગ સલામતિ અમલીકરણ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડી નગર પાલિકા વિસ્‍તારમાં બની રહેલ રોડમાં કોન્‍ટ્રાકટરની ક્ષતિઓ બહાર આવી

vartmanpravah

કુકેરીમાં લાકડા ભરવા બાબતે બે મિત્રો વચ્‍ચે થયેલી બોલાચાલીમાં એક મિત્રનું મોત

vartmanpravah

Leave a Comment